સવારે આ 5 વર્કઆઉટ કરો અને વજન ઉતારો

દિવસની એક શાનદાર શરૂઆત કરવા માટે વર્કઆઉટ ખૂબ શ્રેષ્ઠ રીત કહી શકાય. સવારના સમયે વર્કઆઉટ કરવાથી તમે સ્વાસ્થ્ય માટે જે ગોલ નક્કી કર્યા હશે તેને પૂરા કરવામાં પણ મદદ મળી રહેશે અને તમને ખૂબ ઉર્જાવાન હોવાનો અનુભવ થશે.  યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં સપ્ટેમ્બર 2023માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે સવારે 7થી 9 વાગ્યા દરમિયાન […]

Share:

દિવસની એક શાનદાર શરૂઆત કરવા માટે વર્કઆઉટ ખૂબ શ્રેષ્ઠ રીત કહી શકાય. સવારના સમયે વર્કઆઉટ કરવાથી તમે સ્વાસ્થ્ય માટે જે ગોલ નક્કી કર્યા હશે તેને પૂરા કરવામાં પણ મદદ મળી રહેશે અને તમને ખૂબ ઉર્જાવાન હોવાનો અનુભવ થશે. 

યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં સપ્ટેમ્બર 2023માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે સવારે 7થી 9 વાગ્યા દરમિયાન વર્કઆઉટ કરનારા લોકો બપોરે કે સાંજે પરસેવો પાડનારા લોકોની સરખામણીએ વધુ સારી રીતે વજન નિયંત્રિત કરી શકે છે. માટે વજન ઘટાડવા માટે સવારના સમયે જ કસરત કરવી વધુ લાભદાયી બની રહે છે. 

સવારના સમયે કસરત કરવાથી શારીરિક અને માનસિક સુખાકારીના અનેક ફાયદા થાય છે. સૌથી પહેલા તો સવારના સમયે કસરત કરવાથી મેટાબોલિઝમને એક જમ્પ સ્ટાર્ટ મળે છે જે આખો દિવસ કેલેરી બર્ન કરવામાં ઉપયોગી બની રહે છે જેથી વજન ઘટે છે. 

સવારના સમયે કસરત કરવાથી ઉંઘનું એક ચક્ર પણ જળવાય છે અને તણાવ, ચિંતાનું સ્તર ઘટે છે. વજન ઘટાડવા માટે સવારના સમયે અહીં દર્શાવેલી કસરતોને તમારા રૂટિનમાં જરૂરથી સામેલ કરવી જોઈએ. 

1. જમ્પિંગ જેક્સ

આ કસરત કરવા માટે તમારા પગને એકબીજાની નજીક અને હાથને બાજુ પર રાખીને સીધા ઉભા રહો. હવે એક કૂદકો મારી તમારા પગને પહોળા કરો અને હાથને સીધા ઉપર ઉઠાવો. ફરી કૂદકો મારી પગને પાછા એકબીજાની બાજુમાં લાવી હાથને બાજુ પર સીધા નીચા કરી દો. આમ આ પ્રક્રિયા સતત કરતા રહો. આ વર્કઆઉટ કરવાથી તમારા શરીરના તમામ અંગોને કસરત મળે છે.

2. હાઈ નીઝ

સૌથી પહેલા બંને પગ વચ્ચે થોડી જગ્યા રાખી સીધા ઉભા રહો અને ત્યાર બાદ એક જ જગ્યાએ જોગિંગ શરૂ કરો જેમાં તમારા બંને પગના ઘૂંટણને શક્ય તેટલા ઉંચા ઉઠાવવા પ્રયત્ન કરો. એક જ જગ્યાએ ઉભા રહી સ્પીડમાં સવારના સમયે આ કસરત કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. 

3. બર્પીઝ

સીધા ઉભા રહીને સ્ક્વોટ પોઝિશનમાં તમારા બંને હાથને જમીન પર મુકો અને પગની આંગળીઓ પર સૂઈને પ્લાન્ક પોઝિશન કરો. બાદમાં ફટાફટ પુશઅપકરીને ફરી તમારા પગને સ્ક્વોટની સ્થિતિમાં લાવો અને તરત જ કૂદકો મારી હાથને ઉપર લઈ જતા ઉભા થાઓ. આ કસરતને રીપિટ રીપિટ કરતા રહો. વર્કઆઉટની લિસ્ટમાં બર્પી ઉમેરવાથી તમે તમારી કોર મજબૂત કરી શકો છો.

4. માઉન્ટેન ક્લાઈમ્બર્સ

બંને હાથને ખભા નીચે સમાંતર રાખી પ્લાન્ક પોઝિશનમાં આવો અને પછી વારાફરતી બંને ઘૂંટણને દોડતા હોવ એ રીતે તમારી છાતી સુધી લાવવા પ્રયત્ન કરો. આ કસરત કરવાથી વજન ઘટાડવાની તમારી પ્રક્રિયાને વેગ મળશે. 

5. પ્લાન્ક

જમીનને મોઢું અડે તે રીતે સૂઈને પછી બંને હાથને કોણીએથી સીધા રાખી ઉપર ઉઠો અને બંને પગને જમીનથી ઉપર લાવી પગની આંગળીઓના આધારે પીઠ સીધી રહે તે રીતે સ્થિર રહેવા પ્રયત્ન કરો. આ કસરતથી એકાગ્રતામાં પણ વધારો થાય છે.