Navratri 2023: નવરાત્રીની અષ્ટમીએ કરો માતા મહાગૌરીની પૂજા, જાણો અષ્ટમીની તારીખ, સમય અને મહત્વ  

Navratri 2023: આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જે આગામી 9 દિવસ સુધી ચાલશે અને નવરાત્રી દરમિયાન 9 દિવસોમાં મા દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીની પૂજામાં અષ્ટમી અને નવમીના દિવસોનું વિશેષ મહત્વ છે. અષ્ઠમી (Ashtami)ના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી (Mahagauri)ની પૂજાકન્યા ભોજન પણ નવરાત્રીમાં કરાવામાં આવે છે. માં […]

Share:

Navratri 2023: આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જે આગામી 9 દિવસ સુધી ચાલશે અને નવરાત્રી દરમિયાન 9 દિવસોમાં મા દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીની પૂજામાં અષ્ટમી અને નવમીના દિવસોનું વિશેષ મહત્વ છે. અષ્ઠમી (Ashtami)ના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી (Mahagauri)ની પૂજાકન્યા ભોજન પણ નવરાત્રીમાં કરાવામાં આવે છે. માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી માતાની ભક્તિમાં લીન રહે છે.

આ વખતે નવરાત્રી (Navratri 2023) 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. નવરાત્રીની પૂજામાં અષ્ટમી (Ashtami) અને નવમીના દિવસોનું વિશેષ મહત્વ હોય છે. ઘણા લોકો અષ્ટમીનું વ્રત પણ રાખે છે, જેને તેઓ નવમી પર તોડે છે. 

Navratri 2023 મહાઅષ્ટમી પૂજાની તારીખ

આ વખતે શારદીય નવરાત્રી (Navratri 2023)ની અષ્ટમી પૂજા 22 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. નવરાત્રીના આઠમા દિવસે મહાઅષ્ટમી આવે છે. આ દિવસે મહાગૌરી (Mahagauri)ની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવાથી નિઃસંતાન દંપતિઓને બુદ્ધિશાળી અને સ્વસ્થ સંતાન પ્રાપ્ત થાય છે. જે મહિલાઓ ગર્ભ ધારણ કરી શકતી નથી તેઓ અષ્ટમી (Ashtami)ના દિવસે કન્યા પૂજા કરે છે.

વધુ વાંચો: દાંડિયા રાસ રમવાથી થતાં સ્વાસ્થ્ય લાભ જાણી ચોંકી જશો

Navratri 2023 અષ્ટમી પૂજાનો શુભ સમય

આસો સુદ અષ્ટમી 21મી ઓક્ટોબર 2023 રાત્રે 9.53 વાગ્યાથી શરૂ થાય છે અને આસો સુદ અષ્ટમી  22 ઓક્ટોબરની સાંજે 7:58 સુધી સમાપ્ત થાય છે

નવરાત્રીમાં કન્યા પૂજાનું મહત્વ

નવરાત્રી (Navratri 2023) દરમિયાન કન્યાઓને ભોજન કરાવવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. વાસ્તવમાં નાની છોકરીઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી નવરાત્રી દરમિયાન કન્યા પૂજા અવશ્ય કરાવવી જોઈએ. નવરાત્રીના અષ્ટમી (Ashtami) અને નવમી બંને દિવસે કન્યા પૂજા કરી શકાય છે. કન્યા પૂજામાં 10 વર્ષ સુધીની છોકરીઓને આમંત્રણ આપવું જોઈએ. કન્યાની પૂજાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. 

શારદીય નવરાત્રી 2023ની નવમી ક્યારે છે?

શારદીય નવરાત્રી (Navratri 2023)ની મહાનવમી 23 ઓક્ટોબરના રોજ છે. આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આસો સુદ નવમી તિથિ 22 ઓક્ટોબરના રોજ સાંજે 07.58 PM થી 23 ઓક્ટોબરના રોજ 05.44 PM સુધી રહેશે. નવમી તિથિ એ શારદીય નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે હવન-યજ્ઞ કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.

વધુ વાંચો: PM મોદીએ લખ્યો ગરબો, ધ્વની ભાનુશાલીએ આપ્યો અવાજ

શારદીય નવરાત્રી 2023 ઉપવાસનો સમય

શારદીય નવરાત્રી (Navratri 2023) વ્રત 24 ઓક્ટોબરના રોજ સવારે 06.27 વાગ્યા પછી તોડવામાં આવશે. પ્રતિપદાથી નવમી સુધી નવરાત્રીનું વ્રત રાખવું શ્રેષ્ઠ છે, તેથી પૂર્ણ નવમી સુધી વ્રત રાખવું જોઈએ અને દશમીના રોજ ઉપવાસ તોડવો જોઈએ.