તમારી આળસ તમારા શ્વાનને બીમાર બનાવી શકે છે

જો તમારા ઘરે પણ શ્વાન છે તો તેની તબિયને લઈને તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. તમારી આળસુ લાઈફસ્ટાઈલના કારણે તમારા પાલતુ શ્વાન પણ ભંયકરથી ભયંકર બિમારીનો ભોગ બને છે. જેમાં ખાસ કરીને તાજેતરમાં પાલતુ શ્વાનમાં પણ હાર્ડની બિમારી જોવા મળી છે. તો જો તમારી પાસે પણ કૂતરો હોય તો આજથી જ તારી અને એની […]

Share:

જો તમારા ઘરે પણ શ્વાન છે તો તેની તબિયને લઈને તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. તમારી આળસુ લાઈફસ્ટાઈલના કારણે તમારા પાલતુ શ્વાન પણ ભંયકરથી ભયંકર બિમારીનો ભોગ બને છે. જેમાં ખાસ કરીને તાજેતરમાં પાલતુ શ્વાનમાં પણ હાર્ડની બિમારી જોવા મળી છે. તો જો તમારી પાસે પણ કૂતરો હોય તો આજથી જ તારી અને એની સુસ્તી ઉડાડવાનું ચાલુ કરી નાખો….

એક રિપોર્ટ અનુસાર તણાવના કારણે માત્ર મનુષ્ય જ નહી, પરંતુ જાનવરોને અને તેમાં પણ કરીને ખાસ કરીને ઘરમાં પાળેલા શ્વાન તણાવના કારણે દિલની બિમારી જોવા મળે છે. મહત્વનું છેકે, જાનવરોમાં આ તણાવ વધતી ઉંમરના કારણે, શારીરિક અક્ષમતાના કારણે, વાતાવલણમાં બદલાવના કારણે જેવા ઘણા કારણો જોડાયેલા છે. આ ઉપરાંત તમારા વધતા કામના કારણે તેના પર ધ્યાન ના આપવું, પુરતો સમય ના આપવો જેવા ઘણા કારણો સૌથી વધારે અસર કરે છે.

આપણા શરીરની જેમ પ્રાણીઓમાં પણ સૌથી સંવેદનશીલ અંગ હૃદય હોય છે. જે ના માત્ર શરીરને જરૂરી ઓક્સિજન પુરૂ પાડે છે, પરંતુ આ સાથે એક સમર્થન પ્રાણીના રૂપમાં પણ તે કામ કરે છે. સામાન્ય રીતે મોટી નસ્લના જેમ કે ડૉબર્મન પિંસર્સ, લૈબ્રાડોર રિર્ટીવર, બોક્સર અને જર્મન શેફર્ડ શ્વાન હૃદય સંબંધિત બિમારી થવાની વધુ સંભાવના છે.એમાં પણ કંજેસ્ટિવ કાર્ડિયક ફેલિયર, હાર્ટ વાલ્વ, પેરિકાર્ડિયલ ઈફ્યૂજન જેવી બિમારીઓ ખાસ છે.

જો તમારો શ્વાન સતત ખાંસી રહ્યો હોય, થોડી જ વાર ભાગાદોડી કરીને થાકી જાય, વધારે સમય સુધી સુતા રહેવું, ખોરાકમાં ઘટાડો થવો, પગથીયા ચડવામાં આનાકાની કરવી, એકદમ સુસ્ત અને એકલા બેસી રહેવા જેવા લક્ષણો દેખાય તો તુરંત જ ડૉક્ટરની સલાહ લેવી.અહીં મહત્વનું છેકે, એકલા અમદાવાદમાં 40 ટકાથી વધારે શ્વાન આ બિમારીનો શિકાર છે. પશુના ડોક્ટર પાસે આવતા કેસોમાં સૌથી મોટી સંખ્યા હૃદય રોગની જોવા મળે છે. જેનું મુખ્ય કારણ આપણી આળસુ લાઈફસ્ટાઈલ છે.

આ ઉપરાંત શ્વાનનાં ખોરાકમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. આજે મોટા ભાગના શ્વાન પેડીગ્રી ખાતા થયા છે. તેની સાથે આપણે આપણી ઘરની રોટલીઓ પણ આપીએ છીયે. ત્યારે તેના પેટમાં બે પ્રકારની સામગ્રીઓ જતી થાય છે. જે બાદ શ્વાનને પુરતા પ્રમાણમાં એક્સસાઈઝ અને એક્ટિવિટી કરાવવાની જરૂર છે. તેની જગ્યાએ મોટા ભાગના લોકો માત્ર એક કે બે વખત બહાર લઈ જઈને એક-બે આટા મારીને પાછા ઘરે લઈ આવે છે. જ્યાં એ અને કુતરો બંન્ને પડ્યા રહે છે. આવી સ્થિતિમાં શ્વાનમાં આળસનો વધારો થાય છે. જે આગળ જઈને બિમારીનો ભોગ બને છે.