આજની પેઢી યુવાન નહીં પરિપક્વ સેક્સ પાર્ટનર પસંદ કરે છે!

પરિપક્વ વ્યકિત સાથે સંબંધ રાખવાથી પાછળની જવાબદીરઓ ઉપાડવાનું જોખમ હટી જાય છે અને સંબંધો પ્લેઝર પર વધારે નિર્ભર થવા લાગે છે

Courtesy: wikihow.com

Share:

હાઈલાઇટ્સ

  • યુવાનો એવું સમજે છે કે તેમનાથી મોટી ઉંમરની વ્યકિત તેમને વધારે સમજે છે અને તેમને વધારે હૂંફ આપે છે.

આખા વિશ્વમાં સેક્સ વિડીયો મફતમાં શેર કરતી પોર્ન સાઈટ પોર્ન હબે વર્ષ 2023માં તેમની સાઈટ પર સર્ચ કરાયેલા વિડીયોમાં સૈથી વધારે જે કેટેગરીની સર્ચ કરવામાં આવે છે તેની યાદી જાહેર કરી અને તે આશ્ચર્ય પમાડે તેવી છે. જો તેમના ‘કી’ વર્ડનું વિશ્લેષણ કરીએ તો એવું સમજમાં આવે કે આજની યુવા પેઢી સેક્સ પાર્ટનર તરીકે હમઉમ્ર નહીં પણ તેમનાથી મોટી વ્યક્તિને પસંદ કરે છે.

પોર્ન હબની એક મિડીય રીલીઝ કે જે ન્યૂ યોર્ક પોસ્ટમાં પ્રસિદ્ધ થઈ છે તેમાં એવુ જણાવવામાં આવ્યુ છે કે તેમની વેબ સાઈટ પર મેચ્યોર કેટેગરીને સર્ફ કરનારા યુઝર્સમાં 69 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત પણ એવી ઘણી બધી કેટેગરી છે જેમાં યુઝર્સે મોટી ઉંમરના પોર્ન સ્ટારને જોવાનો આગ્રહ રાખ્યો હોય.

અમદાવાદ શહેરના જાણીતા સેક્સોલોજીસ્ટ ડો. પારસ શાહે જણાવ્યું કે,  એ વાતમાં કોઈ બે મત નથી કે આ ટ્રેંડ અત્યારે ચાલે છે. કારણ બહુ જ સ્વાભાવિક છે. પરંતુ સાથોસાથ ચિંતાજનક અને આશ્ચર્યજનક પણ છે. બેમાંથી એક પાર્ટનર જ્યારે મેચ્યોર એટલે કે પરિપક્વ હોય ત્યારે ઈગો ક્લેશ ઓછા થાય કારણ કે મોટી ઉંમરની વ્યક્તિ પોતાના કરતાં પાતાના પાર્ટનરને ખુશ કરવાના પ્રસાયો વધારે કરે છે.

આ ઉપરાંત, મોટી ઉંમરની સ્ત્રીઓના શરીર યુવતીઓ કરતાં વધારે આકર્ષક હોય અને તેમની સાથે આનંદ માણવાથી જવાબદીરનું જોખમ નથી આવતું. આ ઉપરાંત હોર્મોન્સ પણ કેટલાક અંશે જવાબદાર હોઈ શકે.
 

એક સાઈકીયાટ્રીસ્ટે જણાવ્યું કે, સોશિયલ મિડીયા પર જે રીતે જુદી જુદી દવાઓનો પ્રચાર પ્રસાર ચાલે છે તે યુવાનોની માનસિક સ્થિતિને જબરદસ્ત રીતે ખબાર કરી રહી છે. આ દવાઓ એટલી બધી સરળતાથી ઉપલબ્ધ છે કે માત્ર સરનામુ – એડ્રેસ આપતાં ઘરે દવા પહોંચી જાય છે. યુવાનો પોતાના પોકેટ મની માંથી આવી વસ્તુઓ ખરીદીને તેનો પોતાના શરીર પર પ્રયોગ કરે છે. પરિણામે ઘણી વાર આડ અસર પણ થાય છે.

તદ્ઉપરાંત, યુવાનો દવાઓ કે ડ્રગ્સ લઈને સેક્સ કરવા માંગે છે જેથી તેમને આનંદ વધારે મળે પરંતુ જરૂરી નથી કે તેમનો પાર્ટનર પણ એવું ઈચ્છતો હોય. કારણે કે આવી દવાઓ અને ડ્રગ્સ વ્યક્તિની શક્તિઓને થોડો સમય માટે વધારી દે છે. પરંતુ તેમનો પાર્ટનર આવું નથી ઈચ્છતો અને તેથી તેઓ તેમનાથી ઉંમરમાં મોટા હોય તેવા લોકોને પસંદ કરે છે કારણ કે તેઓ તેમના જીવનમાં અને વિચારસરણીમાં ઠરેલ હોય છે અને તેઓ પોતાના કરતાં સામેવાળી વ્યક્તિને વધારે પ્રધાન્ય અને મહત્વ આપે છે.