Stampede at Surat: સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું મોત, 3 ઘાયલ

ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા નાસભાગ મચી હતી

Courtesy: Twitter

Share:

 

Stampede at Surat: ગુજરાતના સુરત રેલવે સ્ટેશન પર શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. સ્ટેશન પર ભારે ભીડને કારણે અચાનક નાસભાગ (Stampede at Surat) મચી ગઈ હતી. જેમાં 36 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું અને એક મહિલા સહિત અન્ય બે લોકો ઘાયલ થયા હતા. 

Stampede at Suratમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 

ઘાયલોને સુરત રેલ્વે સ્ટેશનથી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. સાંસદ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જર્દોશને આ ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા.

 

પશ્ચિમ રેલ્વેના પોલીસ અધિક્ષક સરજો કુમારીએ જણાવ્યું હતું કે મુસાફરો સવારમાં સુરત રેલવે સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા દોડયા હતા અને આ દરમિયાન નાસભાગ (Stampede at Surat) સર્જાઈ હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો બેભાન થઈ ગયા છે અને કેટલાક મુસાફરોએ નર્વસનેસની ફરિયાદ કરી છે. ઘણા મુસાફરોને ચક્કર આવી ગયા અને નીચે પડી ગયા હતા.

 

નાસભાગ (Stampede at Surat)નો ભોગ બનેલા મૃતકની ઓળખ અંકિત વીરેન્દ્રકુમાર સિંહ તરીકે થઈ છે, જે બિહારના છાપરાનો રહેવાસી હતો અને સુરતમાં નોકરી કરતો હતો. જ્યારે ઘાયલોમાં તેનો 42 વર્ષીય ભાઈ રામપ્રકાશ વિરેન્દ્રકુમાર સિંહ અને 30 વર્ષીય મહિલા સુઇજા સિંહનો સમાવેશ થાય છે. બંને ભાઈઓ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા હતા અને રામપ્રકાશ કાપડના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. બંને બિહારના ભાગલપુરના રહેવાસી હતા.

 

સુઈજા સિંહ સરોલી વિસ્તારમાં રહે છે અને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં તેના વતન જઈ રહી હતી. SMIMER હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે સુઈજા અને રામપ્રાશની હાલત હાલ સ્થિર છે.

 

આ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પ્લેટફોર્મ પર મુસાફરોની સંખ્યા વધ્યા બાદ પોલીસે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુસાફરો ટ્રેન પકડવા દોડયા અને તે દરમિયાન આ ઘટના (Stampede at Surat) બની હતી. તેમણે કહ્યું કે ભીડને ધ્યાનમાં રાખીને તહેવારોની સિઝનમાં વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 

એક મીડિયા રીલીઝમાં, પશ્ચિમ રેલ્વેના પીઆરઓ સુનીલ ઠાકુરે જણાવ્યું હતું કે, "અમે સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનો પર ભીડને દૂર કરવા માટે કેટલાક પગલાં લીધાં છે. પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 46 જોડીની લગભગ 400 ટ્રિપ્સ ચલાવે છે. WRની આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોએ સાત લાખથી વધુ મુસાફરોને લાભ આપ્યો છે.”   

Tags :