WB: મુર્શિદાબાદની હોસ્પિટલમાં 24 કલાકમાં 10 નવજાત બાળકોનાં મોત, કેવી રીતે?

West Bengal 10 Childs Died: મુર્શિદાબાદની મેડિકલ કોલેજમાં ચોવીસ કલાકમાં 10 જેટલાં નવજાત બાળકોનાં મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પીડિત પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • કોલકત્તામાં એક હોસ્પિટલમાં 10 નવજાત બાળકોનાં મોત
  • ચોવીસ કલાકમાં જ 10 બાળકોનાં મોતથી હાહાકાર
  • પરિવારોએ હોસ્પિટલ પર લગાવ્યો બેદરકારીનો આરોપ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલી એક મેડિકલ કોલેજમાં ચોવીસ કલાકમાં 10 નવજાત બાળકોનાં મોત થયા છે. આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. અન્ય નવજાતો બાળકોનો જીવ પણ ખતરામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મેડિકલ કોલેજના એસ.એન.સી.યુ. સેક્શનમાં નવજાત બાળકોનાં મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં નવજાત બાળકોનાં મોત થતા સ્વાસ્થ્ય સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યાં છે. પીડિત પરિવારો પણ ભારે રોકકળ કરી રહ્યાં છે. પરિવારોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. 

સારવાર હેઠળ હતા બાળકો 
જંગીપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે. અહીં મોટી સંખ્યામાં નવજાત બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય હોસ્પિટલોમાં પણ બાળકોની સારવાર ચાલી રહી છે. અહીં હોસ્પિટલોમાં જ્યારે કેસ બગડે ત્યારે તેમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રેફર કરવામા આવે છે.

મેડિકલ કૉલેજ પર દબાણ 
જિલ્લામાં અનેક ખાનગી દવાખાનાઓ ખૂલી ગયા છે. ત્યારે હવે નવજાત બાળકોની સ્વાસ્થ્ય સ્થિતિ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે. નાની હોસ્પિટલો ત્યારે બાળકોને મેડિકલ કોલેજમાં મોકલી દેતા હોય છે. જેના કારણે મુર્શિદાબાદ મેડિકલ કોલેજ પર દિવસે ને દિવસે દબાણ વધતુ જઈ રહ્યું છે.