મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસ; મંદિરને અડીને આવેલી ઈદગાહનો સર્વે થશે

હિન્દુ સમાજ વતી કરવામાં આવેલી અરજીને કોર્ટે માન્ટ રાખી એડવોકેટ કમિશનની મંજૂરી આપી

Courtesy: GI

Share:

હાઈલાઇટ્સ

  • હિન્દુ સમાજના વકિલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, આ ઈદગાહને અરંઝેબ દ્વારા કૃષ્ણ જન્મભૂમિમાં 13.37 એકરમાં પથરાયેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી ઇદગાહ ઈમારતનો કોર્ટના ત્રણ અધિકારીઓની હાજરીમાં સર્વે કરવા માટે અલાહાબાદ હાઈ કોર્ટે ગુરુવારે મંજૂરી આપી દીધી છે. હવે આ કેસની વધુ સુનાવણી જ્યારે 18 ડિસેમ્બરે હાથ ધરવામમાં આવશે ત્યારે સર્વે માટે કયા કયા પગલાં અને તકેદારી રાખવી તે નક્કી કરવામાં આવશે.

હિન્દુ સમાજ વતી કેસ લડી રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, એડવોકેટ કમિશન દ્વારા શ્રીકૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી ઈદગાહનું નિરીક્ષણ કરવા માટેની અમારી અરજીનો સ્વીકાર કોર્ટ દ્વારા કરી લેવામાં આવ્યો છે.  તેમણે એમ પણ જણાવ્યુ કે કોર્ટે શાહી ઈદગાહ દ્વારા કરવામાં આવેલી દલીલોને ફગાવી દીધી હતી. અમારો મુદ્દો એવો હતો કે શાહી ઈદગાહમાં એવા ઘણા બધા તત્વો હિન્દુ મંદિરના સંકેત આપે છે.

હિન્દુ સમાજના વકિલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, આ ઈદગાહને અરંઝેબ દ્વારા કૃષ્ણ જન્મભૂમિમાં 13.37 એકરમાં પથરાયેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.