ગાર્ડનમાં મળ્યા પતિ, પત્ની અને 2 બાળકોના મૃતદેહ, કેવી રીતે ખતમ થયો આખો પરિવાર?

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો એક બગીચામાં પતિ, પત્ની અને બે બાળકોની લાશ મળી આવી હતી. ઘટનાની તપાસ ચાલી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • UPના બલિયામાં એક ગાર્ડનમાંથી 4 લોકોના મૃતદેહ મળતા ચકચાર
  • એક જ પરિવારના 4 લોકોના મોત, હત્યા-આત્મહત્યાનો ગુનો નોંધાયો

ઉત્તર પ્રદેશના બલિયાના બાંસડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવડીહ ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના બની છે. જ્યાં પત્ની અને બે માસુમ બાળકોની ઘાતકી હત્યા બાદ એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે હત્યા-આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર નગરના રહેવાસી અંકિત રામ રાત્રે લગભગ 10.30 વાગ્યે પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે તેના સાળા બાંસડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવદીહના રહેવાસી છે. તે તેની પત્ની સાથે ઝઘડો કરી રહ્યો છે. જ્યારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યારે ઘર ખાલી પડ્યું હતું. આસપાસ શોધખોળ કરતાં શ્રવણ રામની લાશ ઘરની સામેના બગીચામાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. નજીકમાં એક મહિલા અને બે બાળકોના મૃતદેહ પડ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર શ્રવણની પત્ની શશિકલા (35), મોટો પુત્ર સૂર્ય (7) અને 5-6 મહિનાનું બાળક છે. તે તમામ મૃત હાલતમાં મળી આવ્યા છે. એસપીએ કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો છે. મૃતક શ્રવણના ભાઈએ જણાવ્યા અનુસાર પહેલા ભાગલાને લઈને કેસ ચાલી રહ્યો હતો. બધું સારું હતું. પરંતુ ઘરમાં કૌટુંબિક ઝઘડા થતા હતા. પોલીસે કહ્યું કે મૃતક મહિલાના પરિવારજનો પણ આવ્યા છે. દરેક વ્યક્તિ અત્યારે આઘાતમાં છે. જે પણ ફરિયાદ આવશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. હાલ આખા ગામમાં સન્નાટો છવાયેલો છે.