ચેન્નાઈથી પુણે જતી Bharat Gaurav trainમાં 40 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા

40 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Courtesy: Image: Twitter

Share:

 

Bharat Gaurav train: મંગળવારે મધ્યરાત્રિએ ચેન્નાઈથી પુણે શહેર આવી રહેલી ભારત ગૌરવ ટ્રેન (Bharat Gaurav train)માં ફૂડ પોઈઝનિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રે જમ્યા બાદ મુસાફરોને હાલાકી થઈ હતી. જેના કારણે આ મુસાફરોની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાકીદે વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 40 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા.

 

પીટીઆઈ અનુસાર, આ અંગે માહિતી આપતાં રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત ગૌરવ ટ્રેન (Bharat Gaurav train)માં મુસાફરી કરી રહેલા 40 મુસાફરોએ 29 નવેમ્બર બુધવારના રોજ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમામ મુસાફરોને પુણે રેલવે સ્ટેશન પર તબીબી સહાય આપવામાં આવી હતી.

 

આ ચોંકાવનારી ઘટના ચેન્નાઈથી પુણે જતી ભારત ગૌરવ ટ્રેન (Bharat Gaurav train)માં બની હતી. આ ટ્રેન મધ્યરાત્રિના સુમારે પુણે રેલવે સ્ટેશન પર આવી હતી. રેલવે સ્ટેશન પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ 40 મુસાફરોને તાત્કાલિક સસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

રેલવે અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ચેન્નાઈથી પુણેની મુસાફરી દરમિયાન ભારત ગૌરવ ટ્રેન (Bharat Gaurav train)ના મુસાફરો અચાનક બીમાર પડ્યા હતા. દરેક વ્યક્તિમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા. મંગળવારે સાંજે મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશન પર ડૉક્ટરોએ તમામ મુસાફરોને જરૂરી સારવાર પૂરી પાડી હતી. ભારત ગૌરવ ટ્રેન 50 મિનિટના વિલંબ પછી ફરી શરૂ થઈ હતી.

 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. શિવરાજ માનસપુરેએ જણાવ્યું હતું કે આ ભારત ગૌરવ ટ્રેન (Bharat Gaurav train) ચેન્નાઈથી ગુજરાત જઈ રહી હતી. મુસાફરોની તબિયત અચાનક બગડવાના કારણે ટ્રેનને 29 નવેમ્બરે પુણે સ્ટેશન પર રોકવી પડી હતી. આ ટ્રેન ગુજરાતના પાલિતાણામાં ધાર્મિક કાર્યક્રમ માટે એક જૂથ દ્વારા ખાનગી રીતે બુક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જૂથે ખાનગી કંપની પાસેથી ભોજન ખરીદ્યું હતું અને તે રેલ્વે અથવા ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સપ્લાય કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે મુસાફરો દ્વારા ખાવામાં આવેલો ખોરાક પેન્ટ્રી કારમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

Bharat Gaurav trainના 40 મુસાફરોને ઉલ્ટી અને ઝાડા થયા 

સોલાપુર અને પૂણે વચ્ચેના કોચના લગભગ 40 મુસાફરોએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. તમામ મુસાફરોએ ઉબકા, ઝાડા અને માથાનો દુખાવોની ફરિયાદ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે પૂણે સ્ટેશન પર ડોક્ટરોની ટીમે તમામ મુસાફરોની સંભાળ લીધી અને તેમને સારવાર આપી હતી. રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એક ખાનગી કંપની આ સેવાનું સંચાલન કરી રહી છે અને રેલ્વે મંત્રાલય આ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરશે.