Uttarakhand tunnel rescue operation: ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર આવતાં હજુ 12-14 કલાક થશે

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડયો હતો

Courtesy: Image: Twitter

Share:

 

Uttarakhand tunnel rescue operation: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સુરક્ષિત રીતે બચાવવાની કામગીરી (Uttarakhand tunnel rescue operation) 12 થી 14 કલાકમાં પૂર્ણ થશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલિંગ પુરી કરવામાં 12 થી 14 કલાક લાગશે. 

 

ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે (Uttarakhand tunnel rescue operation) સતત બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ભાસ્કર ખુલ્બેએ જણાવ્યું કે બચાવકર્મીઓએ લોખંડની જાળી હટાવી દીધી હતી જે ડ્રિલર્સનો રસ્તો રોકી રહી હતી.

 

લોખંડની જાળીએ બચાવ કામગીરીમાં કેટલાક કલાકો વિલંબ કર્યો હતો કારણ કે પાઈપની અંદર ક્લોસ્ટ્રોફોબિક વાતાવરણમાં તેને દૂર કરવું મુશ્કેલ હતું.

 

ભાસ્કર ખુલ્બેએ જણાવ્યું, "મને તમને જણાવતા આનંદ થાય છે કે પાઈપની અંદરની હિલચાલમાં અવરોધરૂપ તમામ સ્ટીલ હવે દૂર કરવામાં આવ્યા છે. અમે પહેલાથી જ 45 મીટર સુધી પહોંચી ગયા છીએ તેનાથી 6 મીટર આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે ડ્રિલિંગ દરમિયાન લોખંડનો સળિયો આવ્યો હતો, જેના કારણે કામ બંધ થઈ ગયું હતું. અમે આશા રાખીએ છીએ કે આગળ કોઈ વિક્ષેપો નહીં આવે."

મજૂરોને NDRFની મદદથી બહાર કાઢવામાં આવશે

તેમણે જણાવ્યું, "શ્રમિકો સુધી પહોંચવાની સમગ્ર કામગીરી (Uttarakhand tunnel rescue operation) પૂર્ણ કરવામાં લગભગ 12 થી 14 કલાકનો સમય લાગશે. ત્યારબાદ, એક પછી એક કામદારોને બહાર કાઢવામાં વધુ ત્રણ કલાક લાગશે. તે NDRFની મદદથી કરવામાં આવશે."

 

મજૂરોના પરિવારજનોએ સોમવારે મોડી રાત્રે કાટમાળ વચ્ચે નાખવામાં આવેલી નવી છ ઈંચની પાઈપલાઈન દ્વારા તેમની સાથે વાત કરી હતી. ટનલમાં મજૂરોને ઓક્સિજન, દવાઓ, વીજળી, રોટલી, શાકભાજી, ખીચડી, દાળ, નારંગી અને કેળા જેવી ખાદ્ય સામગ્રીનો પૂરતો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

 

ઉત્તરકાશી સુરંગ દુર્ઘટના અંગે ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીએ કહ્યું કે મજૂરોને બચાવ્યા બાદ અમારો એક્શન પ્લાન તૈયાર છે. અમે પોલીસ એસ્કોર્ટ સાથે કામદારોને ગ્રીન કોરિડોરમાંથી લઈ જઈશું અને સુનિશ્ચિત કરીશું કે તેમને શ્રેષ્ઠ સારવાર મળે. અમને લાગે છે કે તેને ચિન્યાલિસૌર અને પછી જરૂર પડશે તો ઋષિકેશ લઈ જવામાં આવશે.

Uttarakhand tunnel rescue operation તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું, "ઓગર મશીન દ્વારા 45 મીટર પાઈપલાઈન નાખવામાં આવી છે. બચાવ કામગીરી (Uttarakhand tunnel rescue operation) તેના અંતિમ તબક્કામાં છે. 

 

કેટલાક અવરોધો છે, પરંતુ હું આશા રાખું છું કે કામદારોને શક્ય તેટલી વહેલી તકે બચાવી લેવામાં આવશે. બચાવ પછીની તૈયારીઓ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને હોસ્પિટલો તેમના ચેક-અપ અને સારવાર માટે તૈયાર છે. પીએમ મોદી દરરોજ બચાવ કામગીરીની અપડેટ લઈ રહ્યા છે."