Uttarkashi tunnel rescue: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ બચાવી લેવામાં આવ્યા

મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Courtesy: Image: Twitter

Share:

 

Uttarkashi tunnel rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF, ઉત્તરારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ (Uttarkashi tunnel rescue) દ્વારા અથાગ મહેનત બાદ મજૂરોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

Uttarkashi tunnel rescueની સફળતા બાદ વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો

બચાવ કામગીરી (Uttarkashi tunnel rescue)ની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ટનલમાંથી તમામ 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. 12 નવેમ્બરથી ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા તમામ 41 મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

 

ઝારખંડના રહેવાસી વિજય હોરોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય એક મજૂર ગણપતિ હોરોને પણ ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ 41 કામદારોને 30 મિનિટમાં બચાવી લેવામાં આવ્યા હતા. ટનલમાં હાજર રેસ્ક્યુ (Uttarkashi tunnel rescue) ટીમ અને વહીવટીતંત્ર દ્વારા તમામનું તાળીઓ પાડીને અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

 

મજૂરો ટનલમાંથી બહાર આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. બુધવારથી જ અહીં 41 એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ટનલમાંથી બહાર આવતાની સાથે જ પ્રાથમિક તપાસ માટે ટનલની બહાર કામચલાઉ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

 

સિલ્ક્યારા ટનલમાંથી મજૂરોને સફળતાપૂર્વક બચાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ X પર પોસ્ટ કર્યું, “હું સંપૂર્ણપણે રાહત અનુભવું છું અને ખુશ છું કારણ કે સિલ્ક્યારા ટનલ અકસ્માતમાં ફસાયેલા 41 મજૂરોને  સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.”

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફસાયેલા મજૂરો અને તેમના પરિવારોની હિંમત અને ધૈર્ય તેમજ બચાવ કર્મચારીઓની બહાદુરી અને નિશ્ચયની પ્રશંસા કરી હતી. 

 

PM મોદીએ X પર લખ્યું, "ઉત્તરકાશીમાં અમારા મજૂર ભાઈઓના બચાવ અભિયાન (Uttarkashi tunnel rescue)ની સફળતા દરેકને ભાવુક કરી રહી છે. હું ટનલમાં ફસાયેલા લોકોને કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ પછી હવે તેઓ તેમના પ્રિયજનોને મળશે." 

 

12 નવેમ્બર 2023ના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ ઉત્તરકાશીમાં બનેલી સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડ્યો. કાટમાળ લગભગ 60 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને ટનલમાંથી બહાર આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. તેમાં 41 મજૂરો ફસાયા હતા.