'420'વાળી બુકલેટને લઈ કોંગ્રેસે KCR પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની કરી માગ

તેલંગાણામાં કેટીઆરે એક બુકલેટ જાહેર કરી અને તેના પર કોંગ્રેસનો પંજો હતો અને 420 લખ્યં હતું. ત્યારે કોંગ્રેસે હવે કાર્યવાહી કરવાની વાત કરી છે

Share:

હાઈલાઇટ્સ

  • કોંગ્રેસે 420 વાળી બુકલેટને લઈ કાર્યવાહી કરવાની કરી માગ
  • બીઆરએસ પાર્ટીએ કોંગ્રેસના પંજા સાથે 420 વાળી બુકલેટ બહાર પાડી
  • કોંગ્રેસના અપ્રમાણિક વાયદા હોવાની વાત કેટીઆરે કરી હતી

નવી દિલ્હીઃ તેલંગાણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ને લઈ તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દીધી છે. હાલ તેઓ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પંજા સાથે 420વાળી બુકલેટ જારી કરવામાં આવી હતી. જેને લઈને હવે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ કેસીઆરની પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. 

420વાળી બુકલેટ 
તેલંગાણાની પૂર્વ સત્તાધારી પાર્ટી બીઆરએસે સત્તારુઢ કોંગ્રેસની 420 વાયદા પર આધારિત એક બુકલેટ જારી કરી હતી. જેનો અર્થ એવો ગણાવ્યો કે તે અપ્રામાણિક વાયદા છે, જેને લાગુ કરવા સંભવ નથી. બીઆરએસે કોંગ્રેસના 420 વાયદા પર આધારિત બુકલેટ જારી કરતા આરોપ લગાવ્યા કે કોંગ્રેસ કોઈ કારણનો હવાલો આપીને લાભાર્થીઓની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે સરકાર યોજનાઓનને લાગુ કરવામાં અસમર્થ છે. 

નેતાએ આ વાત કરી 
આ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેટીઆરે કહ્યું કે, સંસદમાં તેલંગાણાનો અવાજ ઉઠાવવા માટે લોકસભા ચૂંટણીમાં બીઆરએસના ઉનેદવારોને પસંદ કરવા જરુરી છે. માત્ર બીઆરએસ જ રાજ્યના હિતોનું રક્ષણ કરી શકે છે. કેટીઆરે એવું પણ કહ્યું કે, બીઆરએસનો વિસ્તાર કરવાની યોજના છે. હવે બીઆરએસનું કેન્દ્ર તેલંગાણા બન્યું છે. 

કેસીઆરનું નામ યાદ આવશે 
બીઆરએસ તેલંગાણાની શક્તિ, અવાજ અને ટીમ છે. જેમ બંગાળ માટે મમતા બેનર્જી, તમિલનાડુ માટે સ્ટાલિન, આંધ્ર પ્રદેશ માટે એન ચંદ્રબાબુ નાયડુ, બિહાર માટે નીતિશ કુમાર અને ઓરિસ્સા માટે નવીન પટનાયક. જો કોઈ તેલંગાણાનું નામ લે છે તો દરેકેને તરત કેસીઆરનું નામ યાદ આવશે. જેમાં કોઈ શંકા નથી. ખેર, આ 420 વાળી બુકલેટ જાહેર થયા બાદ કોંગ્રેસે હવે પાર્ટી સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.