ભારતમાં Cough Syrup બનાવતી 54 કંપનીઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેઈલ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Cough Syrup: ભારતમાં કફ સિરપના મેન્યુફેક્ટરિંગ ગુણવત્તા સંબંધિત સમસ્યા ઉભી થઈ છે. એક સરકારી રિપોર્ટ મુજબ, ક્વોલિટી ટેસ્ટમાં 54 જેટલી કંપનીઓ ફેઈલ થઈ છે. ગયા વર્ષે ઉજ્બેકિસ્તાનમાં બાળકોનાં મોત થયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • ખાંસીમાં કફ સિરપનો ઉપયોગ કરનારાઓની ચિંતા વધી
  • કફ સિરપ બનાવતી 50થી પણ વધુ કંપનીઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેઈલ
  • ગયા વર્ષે ઉબ્જેકિસ્તાનમાં 19 બાળકોનાં મોત થયા હતા

નવી દિલ્હીઃ ખાસી થાય ત્યારે મોટા ભાગના લોકો કફ સિરપ પીતા હોય છે. જો તમે પણ કફ સિરપનો ઉપયોગ કરતા હોવ તો આ રિપોર્ટ તમને ચોંકાવી દેશે. કફ સિરપને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે ઉજ્બેકિસ્તાનમાં કફ સિરપના કારણે 19 બાળકોનાં મોત થયા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કફ સિરપ નોઈડાની એક કંપની બનાવી રહી હતી. ત્યારે હવે કફ સિરપને લઈને નવા રિપોર્ટ સામે આવ્યા છે. વાત એવી છે કે, સિરપ બનાવતી 54 જેટલી કંપનીઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેઈલ થઈ છે. આખા વિશ્વમાં 141 જેટલાં બાળકોનાં મોત થયા છે. સરકારી રિપોર્ટમાં આ વાત
કહેવામાં આવી છે. 

શું કહે છે રિપોર્ટ? 
સીડીએસસીઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબર સુધી જાહેર કરવામાં આવેલા 2104 ટેસ્ટ રિપોર્ટમાં 54 કંપનીઓની 128 એટલે કે 6 ટકા રિપોર્ટ માનાંક ગુણવત્તાસભર નથી. ઉદાહરણ તરીકે, ખાદ્ય અને ઔષધિ પ્રયોગશાળા ગુજરાતે ઓક્ટોબર સુધી 385 નમૂનાઓનું વિશ્લેષણ કર્યુ હતુ. જેમાં 51 નમૂનાઓના માનાંક ગુણવત્તાસભર માનવામાં આવ્યા નહોતા. આ જ રીતે સેન્ટ્રલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી મુંબઈએ 523 નમૂનાઓમાં વિશ્લેષણ કર્યુ. જેમાં 10 ફર્મોના 18 નમૂના ગુણવત્તા ટેસ્ટમાં ફેઈલ રહ્યાં. આલડીટીએલ ચંદીગઢે 284 પરીક્ષણ રિપોર્ટ જાહેર કર્યા હતા. 10 કંપનીમાંથી 23 નમૂના એનએસક્યૂ હતા. ભારતીય ફાર્માકોપિયા આયોગ ગાજિયાબાદે 502 રિપોર્ટ જાહેર કર્યા છે. જેમાં 9 કંપનીમાં 29 ગુણવત્તા પરિક્ષણ ફેઈલ રહ્યા હતા. 

WHOએ શું કહ્યું?
ગયા વર્ષે ઓક્ટોબરમાં WHOએ કહ્યું હતું કે, ગાંબિયામાં લગભગ 70 બાળકોનાં મોતનો સંબંધ ભારતીય નિર્માતા દ્વારા બનાવવામાં આવેલી ખાંસીની અને શરદીની સિરપ હોઈ શકે છે. આ ઘટના પછી ભારતમાં બનતી કફ સિરપ સવાલોમાં ઘેરાઈ હતી. આ વર્ષે મે મહિનામાં ભારતના ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઈ)એ રાજ્ય ઔષધિ નિયંત્રકોને કહ્યું હતું કે, જે પણ કંપની આનું નિર્માણ કરતી લેબોરેટરીઓએ નિર્યાત ઉદ્દેશ સાથે કફ સિરપના નિર્માતાઓ પાસેથી નમૂનાની સર્વોચ્ચ પ્રાથમિકતા અને મુદ્દા પર વિશ્લેષણ કરવા નિર્દેશ આપ્યો હતો.