Uttarkashi Tunnel Rescue: ટનલમાંથી પુત્રના બચાવના થોડા કલાકો પહેલા જ પિતા મૃત્યુ પામ્યા

28 નવેમ્બરે ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાંથી તમામ 41 મજૂરો બહાર આવ્યા હતા

Share:

 

Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને મંગળવારે સાંજે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમના પરિવારો છેલ્લા 17 દિવસથી આ મજૂરોની રાહ જોઈ રહ્યા હતા. ઝારખંડના એક મજૂર ભક્તુ મુર્મુના પિતા તેમના પુત્રને બચાવવા (Uttarkashi Tunnel Rescue)ના કલાકો પહેલા જ મૃત્યુ પામ્યા હતા.

 

28 નવેમ્બર મંગળવારના રોજ રાત્રે જ્યારે ભક્ત મુર્મુ સિલ્ક્યારા ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યો, ત્યારે તેને તેના પિતાના મૃત્યુની જાણ થઈ. ભક્તુ મુર્મુને પિતાના મૃત્યુના સમાચાર મળતાં જ તે ખૂબ રડવા લાગ્યો. 

 

જ્યારે તે છેલ્લા 17 દિવસથી ટનલની અંદર અટવાયેલો હતો ત્યારે તેને આશા હતી કે તે બહાર (Uttarkashi Tunnel Rescue) આવશે ત્યારે તેણે તેના પિતાને મળશે. ભક્તુ મુર્મુ ઉપરાંત પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ડુમરિયા બ્લોકના છ મજૂરો પણ ટનલમાં ફસાયેલા હતા.

 

નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ, 29 વર્ષીય ભક્તુ પૂર્વ સિંઘભૂમ જિલ્લાની બંકીશીલ પંચાયત સ્થિત બાહડા ગામનો રહેવાસી છે. તેના 70 વર્ષીય પિતા બસેટ ઉર્ફે બરસા મુર્મુ ગામમાં હતા ત્યારે તેમને તેમના પુત્રના સુરંગમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. મંગળવારે સવારે નાસ્તો કર્યા બાદ તે ખાટલા પર બેઠા હતા ત્યારે અચાનક ખાટલા પરથી નીચે પડી જતાં તેમનું મોત થયું હતું. બરસા મુર્મુનું તેના પુત્રની યાદમાં આઘાતને કારણે મૃત્યુ થયું હતું.

 

બરસા મુર્મુના જમાઈનું કહેવું છે કે જ્યારથી તેમને તેમના પુત્રના સુરંગમાં ફસાયા હોવાની માહિતી મળી ત્યારથી તેઓ ચિંતિત હતા. ભક્તુનો મિત્ર સોંગા બાંદ્રા પણ તેની સાથે નિર્માણાધીન ટનલમાં કામ કરવા માટે ઉત્તરાખંડ ગયો હતો. જોકે, અકસ્માત થયો ત્યારે બાંદ્રા ટનલની બહાર હતો. અકસ્માત બાદ તરત જ સોંગાએ ભક્તુના ઘરે ફોન કરીને તેના સુરંગમાં ફસાયા હોવાની માહિતી આપી હતી. આ પછી, બરસા મુર્મુ બેચેની અને ચિંતા અનુભવવા લાગ્યા.

 

તે જ સમયે, મજૂરોના સંબંધીઓ અને ગ્રામજનોનું કહેવું છે કે અકસ્માત 12 નવેમ્બરના રોજ થયો હતો, પરંતુ તે પછી પણ આટલા દિવસો સુધી કોઈ અધિકારી તેમના દરવાજે આવ્યો નથી. કોઈ વહીવટી અધિકારીએ આવીને તેમની ખબર પૂછી નથી. દરરોજ ભક્તુના પરિવારને દુઃખદ સમાચાર મળી રહ્યા હતા, જેના કારણે બરસા મુર્મુ પણ ચોંકી ગયા હતા. બરસા મુર્મુના મૃત્યુથી તેની પત્ની અને ભક્તુની માતા પણ આઘાતમાં છે.

Uttarkashi Tunnel Rescue કરવામાં આવેલા મજૂરોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા 

ઝારખંડના શ્રમ સચિવ રાજેશ કુમાર શર્માએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "ઉત્તરાખંડ સરકારે (Uttarkashi Tunnel Rescue) મજૂરોને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. તેઓને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવશે કે તરત જ અમે તેમને રાંચી ખાતે એરલિફ્ટ કરીશું."

 

ઉત્તરાખંડના અધિકારીઓને ટાંકીને તેમણે કહ્યું કે મજૂરોને (Uttarkashi Tunnel Rescue) 24 કલાક માટે AIIMS ઋષિકેશમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.