ફૂડ ડિલીવરી બોય બન્યા મુંબઈ ક્રાઈમબ્રાંચના અધિકારીઃ ઝડપી પાડ્યું 10 લાખનું ડ્રગ્સ!

આરોપી ફૈઝલ અકબર મખનોજાનો સાવંત અને તેમની ટીમ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આધિકારીએ જણાવ્યું કે, આરોપી વિરૂદ્ધ NDPS અંતર્ગત પ્રાથમિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Share:

મુંબઈ ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ માદક પદાર્થની તસ્કરી પકડવા માટે એક ફૂડ ડિલીવરી એજન્ટ બનીને કાર્યવાહી કરી છે અને શહેરના ઉપનગર જોગેશ્વરીથી 10 લાખ રૂપીયાની કિંમતને મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. મુંબઈ પોલીસના એક અધિકારી દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી છે. 

મહત્વનું છે કે, ડ્રગ પેડલરો યુવાનોને ટાર્ગેટ કરીને તેઓને ડ્રગ્સના રવાડે ચડાવે છે અને તેમની જિંદગી બરબાદ થાય છે. ત્યારે મુંબઈમાં પણ ડ્રગ્સ પેડલરો છાકટા બન્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાંચના દિપક સાવંતે ફૂડ ડિલીવરી એજન્ટનો ડ્રેસ પહેરીને એસવી રોડ વિસ્તારમાં રેડ પાડીને આરોપીને પકડી પાડ્યો છે. 

આરોપી ફૈઝલ અકબર મખનોજાનો સાવંત અને તેમની ટીમ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આધિકારીએ જણાવ્યું કે, આરોપી વિરૂદ્ધ NDPS અંતર્ગત પ્રાથમિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.