એક એવું મંદિર જ્યાં ભોગ તરીકે દારૂ અને સીગરેટ ચઢાવાય છે

એક અનોખું મંદિર જ્યાં શ્રદ્ધળુઓ અગલ જ પ્રકારનો પ્રસાદ ચઢાવે છે

Courtesy: E-TV Bharat

Share:

હાઈલાઇટ્સ

  • મદિરના પૂજારી રાજેશ મહારાજના જણાવ્યા પ્રમાણે આ ધન્ના બાબનું મંદિર આશરે 500 વર્ષ જુનુ છે અને જ્યાં આ મંદિર બાંધવામાં આવ્યું ત્યાંજ ધન્ના બાબા પહેલાં રહેતા હતા.ધન્ના બાબા કાળીકા માતાના ભક્ત હતા તેવું રાજેશ મહારાજે જણાવ્યું.
  • ગીહારા સમુદાયના લોકો ધન્ના બાબાને તેમના પૂર્વજ તરીકે પૂજે છે અને તેઓ એવું માને છે કે જ્યાં આ મંદિર આવેલું છે ત્યાં કાળકા માતાનો આર્શીવાદ છે.

ભારત દેશની ગણતરી દુનિયાના કેટલાક બિનસાંપ્રદાયીક દેશો પૈકી એક તરીકે થાય છે જ્યાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની છુટ છે. આટલું જ નહીં અહીં જુદા જુદા ધર્મ અને માન્યતાઓ વાળા લોકો એક સાથે રહે છે. અહીં રહેનારો મોટો વર્ગ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છે અને તેટલા જ માટે અહીંયા મંદિરોની સંખ્યા પણ વધારે છે. દરેક મંદિરમાં અલગ ભગવાનની મૂર્તિ અને અલગ પ્રસાદ. આવું જ એક મંદિર ઉત્તર પ્રદેશના મેરઠના કંકરખેરામાં આવેલું છે જ્યાં ભક્તો રોજ આરતી અને પૂજા કરીને સ્થાનિક દેવતા શ્રી ધન્ના બાબને સીગરેટ અને દારુનો ભોગ ચઢાવે છે.

આ ઉપરાંત અહીંયા ગોળ અને ચણા પણ ચઢાવવામા આવે છે અને પ્રસાદ તરીકે વહેંચવામા આવે છે. આ માન્યતા આ મંદિરમાં આજકાલની નહીં પણ વર્ષોથી ચાલે છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ શ્રદ્ધાળુ આ મંદિરની મુલાકાત લે છે ત્યારે તેની તમામ ઈચ્છાઓ પુરી થઈ જાય છે.

મદિરના પૂજારી રાજેશ મહારાજના જણાવ્યા પ્રમાણે આ ધન્ના બાબનું મંદિર આશરે 500 વર્ષ જુનુ છે અને જ્યાં આ મંદિર બાંધવામાં આવ્યું ત્યાંજ ધન્ના બાબા પહેલાં રહેતા હતા.ધન્ના બાબા કાળીકા માતાના ભક્ત હતા તેવું રાજેશ મહારાજે જણાવ્યું.

રાજેશ મહારાજના જણાવ્યા પ્રમાણે એક વાર કાળકા માતાનું રૈદ્ર રૂપ ધન્ના બાબ જોઈ ગયા અને માતાને જ્યારે તેમણે પુછ્યું કે શું થયું ત્યારે તેમણે ધન્ના બાબને એવું કહ્યું હતું કે તે રાક્ષસોનો ભક્ષ કરવા માટે જાય છે. ધન્ના બાબાએ માતાના ક્રોધને પોતાની ઉપર લઈ લીધો અને ત્યારે જ માતાએ ધન્ના બાબાને તેમના નિવાસસ્થાને દાટી દેવાનો નિર્ણય લીધો અને ત્યારથી તે મંદિરને ધન્ના બાબાની સમાધિ તરીકે ગણવામાં આવે છે.

ગીહારા સમુદાયના લોકો ધન્ના બાબાને તેમના પૂર્વજ તરીકે પૂજે છે અને તેઓ એવું માને છે કે જ્યાં આ મંદિર આવેલું છે ત્યાં કાળકા માતાનો આર્શીવાદ છે. કેટલાક સ્થાનિક પુજારીઓએ પણ એવું સ્વીકાર્યુ કે કાળકા માતાએ ધન્ના બાબાને એવું વરદાન આપ્યું હતું કે જે કોઈ અહીં વિશ્વાસ સાથે આવશે તેની ઈચ્છા પુરી થશે. એવું પણ માનવામા આવે છે કે ધન્ના બાબાને તમાકુ અને આલ્કોહોલ ગમતો હતો એટલે તેમને ગમતી વસ્તુઓ ભોગ તરીકે ચઢાવાય છે.