બેંગ્લોરમાં એક યુવતીએ ફ્લેટમેટ શોધવા માટે સોશિયલ મીડિયાનો ગજબ રીતે ઉપયોગ કર્યો... વાંચો વિગતો

22 વર્ષની કરૂણા ટાટાએ લોકપ્રિય ડેટીંગ એપ ટિંડર અને હિંજ પોતાના રૂમની પ્રોફાઈલ ખોલી છે અને તે અત્યારે રૂમ પાર્ટનરની શોધમાં છે. 

Share:

હાઈલાઇટ્સ

  • કેટલાય સોશિયલ મીડિયા યુઝર આ પોસ્ટ વાંચીને ખુશ થયા છે. લોકો આ મામલે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રીયાઓ આપી રહ્યા છે. 

જ્યારે તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહો છો અને આપ તેને બીજા સાથે શેર કરવા માંગો છો તો રેન્ટ શેરીંગ માટે એક ફ્લેટમેટ શોધવો એક મોટી ચેલેન્જ હોય છે. અને જો તમારે ફ્લેટની બહાર જતા પહેલા કોઈ રિપ્લેસમેન્ટ શોધવું હોય તો તે વધુ મોટી સમસ્યા છે કારણ કે જ્યાં સુધી તમને ફ્લેટ ન મળે ત્યાં સુધી તમને તમારી ડિપોઝિટ પાછી નહીં મળે.

બેંગ્લોરની એક મહિલાએ આ સમસ્યાને પહોંચીવળવા માટે અનોખી રીત શોધી નાંખી છે. 22 વર્ષની કરૂણા ટાટાએ લોકપ્રિય ડેટીંગ એપ ટિંડર અને હિંજ પોતાના રૂમની પ્રોફાઈલ ખોલી છે અને તે અત્યારે રૂમ પાર્ટનરની શોધમાં છે. 

ટેક્નિકલ લેખકે રૂમનું નામ 'ખોલી નંબર 420' રાખ્યું - ડેટિંગ એપ્સ પર 1977ની ફિલ્મ અમર અકબર એન્ટોનીના પ્રસિદ્ધ ગીત તરફ ઈશારો કરતા જણાવ્યું કે, તેની બેંગલુરુના સિંગાસન્દ્રામાં 3BHK નો એક એપાર્ટમેન્ટ છે. આ સિવાય પ્રોફાઈલમાં રૂમ વિશેની બધી જ વિગતો પણ આપવામાં આવી છે. 

કરૂણા ટાટાએ કહ્યું કે, મે કેટલાય પ્રયત્નો કર્યા પણ મને રૂમ પાર્ટનર મળતા નથી. ત્યારે આખરે મેં તમામ પ્રયત્નો કર્યા બાદ કંટાળીને સોશિયલ મીડિયા સાઈટ પર આ વિગતો શેર કરવાનો નિર્ણય કર્યો છે. અને હું આશા રાખી રહી છું કે, અહીંયાથી મને સફળતા મળશે. 

કેટલાય સોશિયલ મીડિયા યુઝર આ પોસ્ટ વાંચીને ખુશ થયા છે. લોકો આ મામલે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રીયાઓ આપી રહ્યા છે.