હવે આંગળીઓ વગરના લોકો પણ બનાવી શકશે Aadhar Card, સરકારનો મોટો નિર્ણય

સરકારે કહ્યું કે આધાર માટે પાત્ર વ્યક્તિ ફિંગરપ્રિન્ટ્સ ઉપલબ્ધ ન હોય તો 'IRIS સ્કેન' નો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • ફિંગરપ્રિન્ટ્સ ઉપલબ્ધ ન હોય તો 'IRIS સ્કેન'નો ઉપયોગ કરી શકાશે
  • ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી દ્વારા કરવામાં આવી છે પુષ્ટિ

આધાર એનરોલમેન્ટ સરળ બનાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે, આધાર માટે પાત્ર વ્યક્તિ ફિંગરપ્રિન્ટ્સ ઉપલબ્ધ ન હોય તો 'IRIS સ્કેન'નો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કેરળની મહિલા જોસીમોલ પી જોસના નામાંકનની પુષ્ટિ કર્યા બાદ આ નિવેદન આવ્યું છે. મહિલા આધાર માટે નોંધણી કરાવી શકી નહોતી કારણ કે, તેના હાથમાં આંગળીઓ જ નહોતી.

નિવેદન અનુસાર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની એક ટીમ કેરળના કોટ્ટાયમ જિલ્લાના કુમારકામના રહેતી મહિલા જદજદ જોસને તે જ દિવસે તેના ઘરે મળી અને તેનો આધાર નંબર જનરેટ કર્યો. ચંદ્રશેખરે કહ્યું કે તમામ આધાર સેવા કેન્દ્રોને કહેવામાં આવ્યું છે કે અસ્પષ્ટ ફિંગરપ્રિન્ટ અથવા અન્ય સમાન વિકલાંગતા ધરાવતા લોકોને વૈકલ્પિક બાયોમેટ્રિક્સ લઈને આધાર જારી કરવામાં આવે.

નિવેદન અનુસાર, જે વ્યક્તિ આધાર માટે પાત્ર છે પરંતુ ફિંગરપ્રિન્ટ આપવામાં અસમર્થ છે તે ફક્ત IRIS સ્કેનનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. તેવી જ રીતે, એક પાત્ર વ્યક્તિ કે જેનું આઈ સ્કેન કોઈ કારણસર લઈ શકાયું નથી, ફક્ત તેની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે.

નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે આંગળી અને આઇરિસ બંને બાયોમેટ્રિક્સ પ્રદાન કરવામાં અસમર્થ વ્યક્તિનું નામ, લિંગ, સરનામું, જન્મ તારીખ ઉપલબ્ધ બાયોમેટ્રિક્સ સાથે મેળ ખાય છે. અત્યાર સુધીમાં, UIDAIએ લગભગ 29 લાખ લોકોને આધાર નંબર જારી કર્યા છે જેમની આંગળીઓ ગુમ હતી અથવા તો આંગળી અથવા આઇરિસ અથવા બંને બાયોમેટ્રિક્સ પ્રદાન કરવામાં અસમર્થ હતા.