હવે જીવવું હોય તો એસી જોઈએ...

AC નો વધતો જતો વપરાશ દેશના વાતાવરણ માટે ચિંતાજનક

Courtesy: dreamstimecom

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હી જેવા શહેરોમાં સૌથી વધારે ગરમી એ મોટી સમસ્યા છે
  • ભારતની ACની જરૂરિયાત અને આવશ્યકતા રોકી ન શકાય તેવી બની રહી છે

ભારતમાં AC નું માર્કેટ વિશ્વના કોઈપણ અન્ય દેશની તુલનામાં તેજીથી વધી રહ્યું છે. વધતી વધતી આવક અને પહેલાથી જ ગરમ વાતાવરણ વચ્ચે લોકો એ.સી ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, અત્યારે AC પહેલાના પ્રમાણમાં થોડા સસ્તા પણ થયા છે, અને તેને લેવા માટે લોનની આકર્ષક ઓફરો પણ મળતી હોય છે. ત્યારે હવે સામાન્ય જીવન જીવતા વ્યક્તિ માટે પણ AC લેવું એ પહેલા જેટલું અઘરૂ નથી રહ્યું.

દેશના 300 મિલિયન પરિવારોમાંથી 8% અને 10% ની વચ્ચે - 1.4 બિલિયન લોકોના ઘર - પાસે AC છે, પરંતુ સરકારી અનુમાન મુજબ, 2037 સુધીમાં તે સંખ્યા 50% ની નજીક પહોંચવાની ધારણા છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે 2050 સુધીમાં ભારતમાં 1bn કરતાં વધુ AC કાર્યરત હશે.

નિષ્ણાતો અને નાગરિકોના મનમાં થોડી શંકા છે કે ભારતની ACની જરૂરિયાત અને આવશ્યકતા રોકી ન શકાય તેવી બની રહી છે. 1901 બાદ 2022 નો માર્ચ મહિનો સૌથી વધારે ગરમ રહ્યો હતો અને આખા વર્ષ 200 દિવસો એવા હતા, જ્યારે લૂ વરસી હતી. જૂનમાં ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાં ઘાતક હીટવેવમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા. 
આ વર્ષની UN Cop28 ક્લાઈમેટ સમિટમાં, જે દુબઈમાં થઈ રહી છે, આ મુદ્દો ચર્ચામાં મોખરે રહેશે કારણ કે વિશ્વની કેટલીક સૌથી મોટી અર્થવ્યવસ્થાઓએ UN પર્યાવરણ કાર્યક્રમની આગેવાની હેઠળના સૌપ્રથમ global cooling pledge પર હસ્તાક્ષર કર્યા છે.

અત્યાર સુધીમાં, યુએસ, યુકે, નાઇજીરીયા અને બ્રાઝિલ સહિત 60 થી વધુ હસ્તાક્ષરકર્તાઓએ 2050 સુધીમાં તેમના ઠંડક ઉત્સર્જનમાં 68% ઘટાડો કરવા પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, ભારત તેમાં જોડાયું નથી.

દિલ્હી જેવા શહેરોમાં સૌથી વધારે ગરમી એ મોટી સમસ્યા છે. અહીંયા 32 મિલિયન લોકો રહે છે અને અહીંયા ગરમ દિવસોની સંખ્યા 33% જેટલી વધવાની શક્યતા છે અને લૂની સંભાવના 30 ગણી વધી જશે અને અહીંયાનું તાપમાન 5 ડિગ્રી સુધી વધી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન અનુસાર, દિલ્હી વર્ષ 2028 સુધીમાં સૌથી વધારે વસતી ધરાવતું શહેર બની જશે.