એન્જિનિયર બહેનપણી સાથે લગ્ન કરવા જેન્ડર બદલી, હચમચાવી દે એવો કાંડ કર્યો

ક્યારેક કેટલાંક લોકો પ્રેમમાં પણ ગુનાને અંજામ આપતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જેન્ડર ચેન્જ કરીને બહેનપણી સાથે લગ્ન કરીને ભયંકર સજા આપી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • જેન્ડર ચેન્જ કરીને યુવતીએ લીધો ભયંકર બદલો
  • બહેનપણી સાથે લગ્ન કરવા જેન્ડર ચેન્જ કરી હતી
  • સરપ્રાઈઝના બહાને જીવતી સળગાવી દીધી હતી

ચેન્નાઈઃ પોતાની સાથે સ્કૂલમાં ભણતી એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીને ખૂબ જ ખરાબ રીતે જીવતી સળગાવી દેવાના કેસમાં એક ટ્રાન્સસેક્યુઅલ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને પકડીને જ્યુડિશિયલી કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે સોમવારે આ વાતની જાણકારી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ વેટ્રિમારન તરીકે થઈ છે. જે એક ટ્રાંસ પુરુષ છે. જો કે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ એવો કોઈ પહેલો કિસ્સો નથી કે જેન્ડર ચેન્જ કરીને આવા કોઈ ભયંકર ગુનાને અંજામ આપવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. 

સરપ્રાઈઝનું કહી બોલાવી 
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીનું નામ પંડી મહેશ્વરી (પહેલાં મહિલા હતી) માંથી બદલાઈને પોતાનું નામ વેટ્રિમારન રાખ્યું હતું. આ ટ્રાન્સ પુરુષે ખૂબ જ ખરાબ રીતે યુવતીની હત્યા કરી હતી. તેણે ચેન્નાઈના દક્ષિણ ઉપનગર કેલાંબક્કમની પાસે થલંબૂરમાં શનિવારના રોજ નંદિનીને તેની બર્થડેની પૂર્વ સંધ્યાએ સરપ્રાઈઝ આપવાની વાત કરી હતી. એ પછી તેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. બાદમાં તેને સાંકળથી બાંધી હતી. આખરે અંતે આ નરાધમે યુવતીને જીવતી સળગાવી દીધી હતી. 

સાથે ભણતા હતા 
પીડિતા મદુરાઈની 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર હતી અને તે અહીં રહીને કામ કરતી હતી. નંદિનીને તેના ઈરાદાઓ પર જરાય શંકા ન ગઈ કારણ કે વેટ્રિમારને કહ્યું હતું કે, તે તેના જન્મદિવસ પહેલાં એક સરપ્રાઈઝ આપવા માગે છે. નંદિની અહીં પોતાના સંબંધીના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, 26 વર્ષીય પંડી મહેશ્વરી મદુરાઈની એક સ્કૂલમાં નંદિનીની સાથે ભણતી હતી.

સાથે નોકરી કરતા હતા
 મહેશ્વરી દ્વારા પોતાનું નામ બદલીને વેટ્રિમારન કરી દેવામા આવ્યું હતું. એ પછી પણ તેની સાથે દોસ્તી ચાલુ રાખી હતી. બંને અહીં એક કંપનીમાં સાથે કામ કરતા હતા. જો કે, આ ઘટના બન્યા બાદ યુવતીના પરિવારમાં માતમ છવાયો છે. આ ચોંકાવનારી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું છે. પોલીસે આ મામલે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.