અદાણી હિંડનબર્ગ મામલોઃ 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

24 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડની બેંચે આ મામલાની સુનાવણી કરી હતી અને બાદમાં પોતાનો નિર્ણય સુરક્ષીત રાખી લીધો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • 24 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડની બેંચે આ મામલાની સુનાવણી કરી હતી અને બાદમાં પોતાનો નિર્ણય સુરક્ષીત રાખી લીધો હતો
  • સુનાવણી દરમિયાન કોર્ટે સેબીની તપાસ અને એક્સપર્ટ કમિટીના સદસ્યોની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવેલા સવાલોને નકારી કાઢ્યા હતા. 

અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023 માં નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો, ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે 3 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. 

24 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડની બેંચે આ મામલાની સુનાવણી કરી હતી અને બાદમાં પોતાનો નિર્ણય સુરક્ષીત રાખી લીધો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે સેબીની તપાસ અને એક્સપર્ટ કમિટીના સદસ્યોની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવેલા સવાલોને નકારી કાઢ્યા હતા. 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એવું કોઈ તથ્ય નથી કે જેનાથી સેબી પર સંદેહ કરવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના મજબૂત આધાર વગર સેબી પર અવિશ્વાસ ન કરી શકીએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે પક્ષકારોના વકીલને કહ્યું હતું કે તેઓ 27 સપ્ટેમ્બર સુધીમાં આ મામલે લેખીત દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરી દે.