અદાણીની મોટી છલાંગઃ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

3 જાન્યુઆરી 2024 ના રોજ અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરના ભાવમાં તેજીથી વધારો નોંધાયો હતો અને એટલા માટે જ અદાણીની નેટવર્થમાં વધારો નોંધાયો છે. 

Share:

હાઈલાઇટ્સ

  • ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે
  • 24 કલાકમાં અદાણીની સંપત્તિમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે

રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીને પાછળ છોડીને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીએ લાંબી છલાંગ લગાવી છે અને તેઓ 12માં સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. 24 કલાકમાં તેમની સંપત્તિમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે. તો મુકેશ અંબાણીની સંપત્તિ 97 અરબ ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ 665 મિલિયન ડોલર વધી છે. 

શું છે અદાણીની સંપત્તિ વધવાનું કારણ? 

3 જાન્યુઆરી 2024 ના રોજ અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરના ભાવમાં તેજીથી વધારો નોંધાયો હતો અને એટલા માટે જ અદાણીની નેટવર્થમાં વધારો નોંધાયો છે.