અદાર પૂનાવાલા લંડનમાં ખરીદશે સૌથી મોંઘી હવેલીઃ કિંમત જાણીને ચોંકી જશો

અદાર પૂનાવાલાએ એક સદી જૂની હવેલી “એબરકોનવે હાઉસ” માટે 13 મિલિયન પાઉન્ડ (આશરે ₹1,446 કરોડ) ખર્ચ કર્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • લંડનમાં ઘરના મામલામાં આ વર્ષની સૌથી મોટી ડિલ
  • લંડનમાં અત્યારસુધીમાં વેચાયેલુ બીજુ સૌથી મોંઘુ ઘર

ભારતીય ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા લંડનના મેફેયરમાં આ વર્ષનું સૌથી મોંઘુ ઘર ખરીદશે. 42 વર્ષના ભારતીય અરબપતિ અદાર પૂનાવાલાએ લંડનના પોશ વિસ્તા મૈફેયર્સમાં હાઈડ પાર્ક પાસે આશરે એક સદી જૂની હવેલી “એબરકોનવે હાઉસ” માટે 13 મિલિયન પાઉન્ટ (આશરે ₹1,446 કરોડ) ખર્ચ કર્યા છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલ લંડન સ્થિત 25000 વર્ગ ફૂટમાં ફેલાયેલી આ હવેલીને ખરીદવા માટે છેલ્લા કેટલાય દિવસથી રસ લઈ રહ્યા હતા. 

જાણકારો અનુસાર, આ ડિલ લંડનમાં ઘરના મામલામાં આ વર્ષની સૌથી મોટી ડિલ છે અને આ ડિલ બાદ એબરકોનવે હાઉસ લંડનમાં અત્યારસુધીમાં વેચવામાં આવેલું બીજુ સૌથી મોંઘુ ઘર બની જશે. આ ડિલને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની બ્રિટિશ સબ્સિડિયરી સીરમ લાઈફ સાયન્સિઝ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પૂનાવાલાનો હંમેશા માટે ત્યાં જ શિફ્ટ થઈ જવાનો કોઈ ઈરાદો નથી. આ વૈભવી ઘર કંપનીના ગેસ્ટ હાઉસ અને ઈવેન્ટ્સ માટે કામમાં આવશે. જેથી સીરમને ગ્લોબલ અવસરોને પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. રિપોર્ટ્સ અનુસાર, એબરકોનવે હાઉસ આશરે 100 વર્ષ જૂનું છે અને આનું નિર્માણ 1920 માં થયું હતું. પ્રોપર્ટી એજન્ટ્સ અનુસાર, એબરકોનવે હાઉસ લંડનમાં વેચાયેલુ અત્યારસુધીનું બીજું સૌથી મોંઘુ ઘર છે. આ ઘર પોલેન્ડના દિવંગત બિઝનેસમેન જોન કુલ્જિકની દીકરી ડોમિનિકા કુલ્જિક પૂનાવાલાને વેચશે. 

આ પહેલા સૌથી મોંઘો સોદો વર્ષ 2020 માં 21 કરોડ ડોલરમાં 2-8a Rutland Gate નો થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, અદાર પૂનાવાલા લંડનમાં ભાડે ઘર લેવાની જગ્યાએ એક આલિશાન હવેલીના માલિક બનવા માંગતા હતા, કારણ કે લંડનમાં કંપનીની ખૂબજ ઈવેન્ટ્સ થતી હોય છે. ઉલ્લેખનીય છે કે, અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સાઈરસ પૂનાવાલાના દિકરા છે.