બિહારમાં 60 ફૂટ લાંબા પુલ બાદ ટ્રેનનું એન્જિન હવે આખુ તળાવ થયું ચોરી

ભૂમાફિયાઓએ એક તળાવને અડધી રાત્રે માટી ભરીને તેને સમતલ કરી દીધુ હતું. પોતાનો કબજો જમાવવા માટે ત્યાં ઝૂપડી પણ બનાવી દીધી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • બિહારમાં ટ્રેનના એન્જિન બાદ હવે તળાવની ચોરી
  • પહેલાં 60 ફૂટ લાંબો પુલ ચોરી થયો હતો
  • ભૂમાફિયાઓએ તળાવમાં માટી નાખી જમીન સમતોલ કરી

દરભંગાઃ બિહારના દરભંગામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં વિશ્વ વિદ્યાલય પોલીસ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નંબર ચાર સ્થિત નીમ પોખર વિસ્તારમાં ભૂમાફિયાઓએ એક તળાવની ચોરી રાતના અંધારામાં કરી હતી. આ ભૂમાફિયાઓએ રાત્રે તળાવમાં માટી ભરી હતી અને પછી તેને સમતોલ કરી નાખી હતી. પોતાનો કબજો જમાવવા માટે તેઓએ ત્યાં એક ઝૂપડી પણ બનાવી દીધી હતી. 

કબજો મેળવવા માટી ભરી 
મોહલ્લાના લોકોએ આ વાતની જાણ દરભંગાના એસડીઓપી અમિતકુમારને કરી હતી. આ ઘટના બાદ પોલીસની સાથે ખુદ એસડીઓપી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો આ ભૂમાફિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એ પછી મોહલ્લામાં સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમા એ વાત સામે આવી કે તળાવ સરકારી છે અને તેની સુરક્ષા થઈ રહી હતી. પરંતુ દરબંગામાં વધી રહેલી જમીનની કિંમત જોઈને ભૂમાફિયાઓએ અહીં પોતાની નજર રાખી હતી. 
 
રાત્રે અંધારામાં કર્યો કાંડ 

એવું નથી કે આ કામ દિવસમાં થયું. જ્યારે આ ભૂમાફિયાઓએ તળાવમાં માટી ભરવાનું કામ શરુ કર્યુ ત્યારે લોકોએ આ ફરિયાદ પણ કરી હતી. એ સમયે પોલીસની ટીમ પણ પહોંચી હતી. પછી પોલીસે માટી ભરતા મશીનને પણ કબજે કર્યા હતા. જો કે, સમયની સાથે તેનું પણ નિરાકરણ થઈ ગયુ હતુ. એ પછી ભૂમાફિયાઓએ સતત રાતના અંધારામાં માટી ભરીને તળાવને સમતોલ જમીન બનાવી દીધી હતી.