પરીક્ષામાં સવાલ ભારત-પાકિસ્તાનની ‘સરહદ’ પર પુછાયો પ્રશ્નઃ વિદ્યાર્થીનીએ લખી નાંખી સીમા હૈદરની હાઈટ!

તપાસ દરમિયાન શાળાના શિક્ષકે જે જવાબ આપ્યો તે જાણીને ચોંકી જશો!

Share:

હાઈલાઇટ્સ

  • વિદ્યાર્થીએ આપ્યો કે, બંન્ને દેશો વચ્ચે સીમા હૈદર છે. તેની લંબાઈ 6 ફુટ છે. બંન્ને દેશો વચ્ચે સમીમા હૈદરને લઈને લડાઈ ચાલે છે.

પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ફરીથી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં રાજસ્થાનના ધોલપુર જિલ્લાની એક શાળામાં પોલિટીકલ સાયન્સના એક પેપરમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ અને તેની લંબાઈ વિશે પ્રશ્ન પૂછાયો હતો. હવે પેપર લખનાર આ વિદ્યાર્થીનીએ જવાબ એવો આપ્યો કે, પેપર તપાસનાર શિક્ષકને થોડીવાર માટે ચક્કર આવી ગયા. 

પેપરમાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, કારગિલ યુદ્ધ ક્યારે અને ક્યાં 2 દેશો વચ્ચે થયું હતું. જેનો જવાબ વિદ્યાર્થીએ આપ્યો યુદ્ધ 1999માં થયું હતુ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતુ. બીજો પ્રશ્ન હતો કે, ભારત -પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે અને તેની લંબાઈ કેટલી છે. જેનો જવાબ વિદ્યાર્થીએ આપ્યો કે, બંન્ને દેશો વચ્ચે સીમા હૈદર છે. તેની લંબાઈ 6 ફુટ છે. બંન્ને દેશો વચ્ચે સમીમા હૈદરને લઈને લડાઈ ચાલે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બસેડીની ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કુલ બાગથરની એક ઉત્તરવહી સોશિયલ મીડિયા પર ખૂબજ શેર કરવામાં આવી રહી છે. આમાં પરિક્ષામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમા અને તેની લંબાઈ માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીએ સીમા હૈદરની ઉંચાઈ લખી દિધી હતી. ત્યારે આ મામલે શાળામાં પણ તપાસ કરવામાં આવી છે. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, જે ઉત્તરવહી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે તેને શાળા સાથે કોઈ લેવા-દેવા નથી. શાળાના પ્રિન્સીપાલ સુરેશ કુમારે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઉત્તરવહી શાળાની નથી.