Air Pollution: વરસાદના કારણે દિલ્હીની હવાની ગુણવત્તામાં સામાન્ય સુધારો

વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે અને હવે લોકોએ કડકડતા શિયાળા માટે તૈયાર રહેવું પડશે

Courtesy: Twitter

Share:

Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહલેથી જ વાયુ પ્રદૂષણ (Air Pollution)ને લઈ બૂમ ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી હતી. જોકે દેશભરના વતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે જ દિલ્હીની હવામાં સુધારો જોવા મળ્યો છે.


Air Pollutionમાં થોડી રાહત

રાજધાનીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીએ રાત્રે 8.30 વાગ્યા સુધીમાં 7.2 મીમી વરસાદ નોંધ્યો હતો. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ, જેના કારણે પ્રદૂષકોના ફેલાવામાં મદદ મળી.

આ સાથે જ  દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ગઈકાલે સાંજે 4 વાગ્યે 395 અને સવારે 9 વાગ્યે 400 થી રાત્રે 10 વાગ્યે 387 પર સુધર્યો હતો. એટલે કે હવાની ગુણવત્તામાં થોડો સુધારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા 24 કલાકમાં લેવાયેલ રીડિંગ્સની સરેરાશ છે. 24-કલાકની સરેરાશ AQI, જે દરરોજ સાંજે 4 વાગ્યે નોંધવામાં આવે છે, તે રવિવારે 395, શનિવારે 389, શુક્રવારે 415, ગુરુવારે 390, બુધવારે 394, મંગળવારે 365, સોમવારે 348 અને 19 નવેમ્બરે 301 હતી. દિવસની શરૂઆતમાં, ધુમ્મસના જાડા સ્તરે દિલ્હીને આવરી લીધું હતું, જે સવારે 8 વાગ્યે સફદરજંગ વેધશાળામાં માત્ર 600 મીટરની દૃશ્યતા ઘટાડી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી 800 મીટર હતી. 


સ્થિતિ 2021ની સરખામણીએ સારી

આ નવેમ્બરમાં રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 10 દિવસની હવાની તીવ્ર ગુણવત્તા નોંધાઈ છે. શહેરમાં ગયા વર્ષે નવેમ્બરમાં માત્ર 3 ગંભીર હવાની ગુણવત્તાના દિવસો નોંધાયા હતા, જ્યારે 2021માં આવા 12 દિવસનો અનુભવ થયો હતો, જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મોનિટરિંગ શરૂ કર્યા પછીના મહિનામાં સૌથી વધુ છે.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)નું સૌથી મોટું કારણ પરાલી બળવાનું છે, જે દર વર્ષે 31 થી 51 ટકાનું યોગદાન આપે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે.દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સંબંધિત એજન્સીઓ અને વિભાગોને પ્રદૂષણ ફેલાવતા વાહનો પર કડક અમલ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.


ઠંડીનો ચમકારો

દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. આ પછી ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે અને હવે લોકોએ કડકડતા શિયાળા માટે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. વરસાદ બાદ પ્રદૂષણમાંથી રાહત મળશે તેવી અપેક્ષા હતી પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ હજુ પણ 350 આસપાસ છે.