અયોધ્યા: અહીં રખાશે ભગવાન રામની મુર્તિ, જુઓ ગર્ભગૃહની પ્રથમ તસવીર

યુપીના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ લગભગ તૈયાર છે. રામજન્મભૂમિ ટ્રસ્ટ, જેણે મંદિરના નિર્માણ સંબંધિત વિગતો શેર કરી હતી, તેણે મંદિરના ગર્ભગૃહની તસવીરો શેર કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીર જુઓ
  • રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન ગર્ભગૃહની પ્રથમ તસવીર પણ સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ તસવીર શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મંદિરનું ગર્ભગૃહ પણ લગભગ તૈયાર છે. ફોટો ભવ્ય ગર્ભગૃહની દિવાલો અને ગુંબજ પર સુંદર કોતરણી સ્પષ્ટપણે દેખાય છે.

ક્યારે થશે રામ મંદિરનું ઉદ્ઘાટન
રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા લખ્યું કે,' અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાવા જઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ઋષિ-મુનિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

 

તેમણે વધુમાં લખ્યું કે, ભગવાન શ્રી રામલલ્લાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે. કેટલાક ફોટોગ્રાફ્સ તમારી સાથે શેર કરું છું.'

3 જગ્યાએ થશે રામલ્લાના દર્શન
અગાઉ, નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની કેટલીક અન્ય તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. રામલલ્લા ત્રણ જગ્યાએ જોવા મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે મંદિર સમિતિએ ત્રણ જગ્યાએ શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિઓ બનાવી છે, જે લગભગ 4 ફૂટ 3 ઈંચ ઉંચી હશે.