કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટી બહેનનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

રાજેશ્વરીબેનની ઉંમર 60 વર્ષની આસપાસ હતી. તેમની છેલ્લા કેટલાક સમયથી તબિયત સારી નહોતી. મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સોમવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • ગૃહમંત્રી અમિત શાહ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા
  • મોટી બહેનના અવસાન બાદ શાહે તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટી બહેન રાજેશ્વરીબેનનું સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ભાજપના એક અધિકારીએ જણાવ્યું કે રાજેશ્વરીબેન શાહના નિધન બાદ અમિત શાહે ગુજરાતમાં તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. રાજેશ્વરીબેનની ઉંમર 60 વર્ષની આસપાસ હતી. તેમણે જણાવ્યું કે તેમની છેલ્લા કેટલાક સમયથી તબિયત સારી નહોતી. તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે સોમવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

મોટી બહેનના અવસાન બાદ શાહે તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
તેમણે કહ્યું કે બીમારીના કારણે તેમની મોટી બહેનના અવસાન બાદ અમિત શાહે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. સવારે રાજેશ્વરીબેનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમના અંતિમ સંસ્કાર પણ અમદાવાદમાં કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અમિત શાહ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા
ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અમિત શાહ રવિવારથી ભાજપના સમર્થકો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરવા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સોમવારે તેઓ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. તેઓ દિયોદર ગામમાં બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવાના હતા. બપોરે તેઓ ગાંધીનગરમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ બહેનનું અવસાન થતાં તેમણે બધા કાર્યક્રમો રદ કર્યા છે.