CAAને લાગુ થતા કોઈ નહીં રોકી શકે..મમતા બેનર્જીને પડકારતા બોલ્યા અમિત શાહ

કોલકત્તાના રાષ્ટ્રીય પુસ્તાકલયમાં પશ્ચિમ બંગાળ ભાજપના સોશિયલ મીડિયા અને આઈટી શાખાના સભ્યો સાથે બંધ બારણે થયેલી બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે, તેઓ સીએએ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમિત શાહે CAA લાગુ થતા કોઈ નહીં રોકી શકે
  • મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ
  • 2019માં આ કાયદો પાસ કરવામાં આવ્યો હતો

કોલકત્તાઃ અમિત શાહ તાજેતરમાં પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ સમયે તેઓએ કોલકત્તામાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં ભાજપના સોશિયલ મીડિયા અને આઈટી શાખાના સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ સમયે તેઓએ કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA કાયદો દેશમાં બનવા જઈ રહ્યો છે. જેને લાગુ થતા કોઈ નહીં રોકી શકે. તેઓએ આ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. 

પાર્ટી પ્રતિબદ્ધ છે 
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, CAA લાગુ કરવો એ પાર્ટીને પ્રતિબદ્ધતા છે. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવા માટે કામ કરવાનું છે. ભાજપ સરકાર ઘૂસણખોરોને રોકશે, ગાય તસ્કરી ખતમ કરશે અને CAAના માધ્યમથી ધર્મના આધારે હેરાન પરેશાન કરવામાં આવેલા લોકોને નાગરિકતા પ્રદાન કરશે. 

કોઈ નહીં રોકી શકે 
બંગાળ ભાજપ મીડિયા સેલે બંધ બારણે થયેલી આ બેઠકનો એક વીડિયો જાહેર કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, ટીએમસીના અધ્યક્ષ ક્યારેક ક્યારેક લોકો અને શરણાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે કે દેશમાં CAA લાગૂ થશે કે નહીં. હું એ સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે CAA લાગૂ થવાથી કોઈ નહીં રોકી શકે. આ અમારી પાર્ટીની પ્રતિબદ્ધતા છે. 

આ છે CAA
2019માં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા CAAનો મમતા બેનર્જી સતત વિરોધ કરી રહ્યા છે. ભાજપાએ છેલ્લી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં CAAને લાગૂ કરવાનનો વાયદો કર્યો હતો અને તેને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. CAAનો હેતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ત્રાસના કારણએ વિસ્થાપિત થયેલા હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો છે. જે 31 ડિસેમ્બર 2014ના રોજ કે એ પહેલાં ભારતમાં આવ્યા હતા. 

Tags :