'ઈન્ડિયન ક્રિમિનલ લો'માં થશે મોટા બદલાવઃ સગીરા સાથે બળાત્કરમાં થશે ફાંસી!

અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે ક્હ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે

Share:

હાઈલાઇટ્સ

  • નવી સીઆરપીસીમાં 356  ધારાઓ હશે, જ્યારે અગાઉ તેમાં કુલ 511 ધારાઓ હતી. 
  • લવ જેહાદમાં કામ કરવા માટે પોતાની ઓળખ બદલીને જાતીય શોષણ કરનારાઓ માટે સજાની જોગવાઈ હશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 3 નવા ક્રિમિનલ લો બિલ પર ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત કાયદાઓ અનુસાર મોબ લિચિંગના ગુના માટે મૃત્યુ દંડની સજાની જોગવાઈ હશે. કેન્દ્ર અનુસાર નવા વિધેયકોનો ઉદ્દેશ્ય દેશમાં અપરાધિક ન્યાય પ્રણાલીને પુનર્જીવિત કરવાનો છે. આમાં દંડની જગ્યાએ ન્યાય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ત્રણેય અપરાધિક કાયદા સંશોધન વિધેયક પારિત થઈ ગયા છે. 

મોબ લિચિંગ કેસમાં મૃત્યુદંડની જોગવાઈ 

હવે મોબ લિંચિંગ માટે નવો કાયદો બનાવવામાં આવશે. મોબ લિંચિંગના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ પણ કરશે. તેમજ રાજદ્રોહ કાયદો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે આજે હું જે ત્રણ બિલ એકસાથે લાવ્યો છું તેમાં ઈન્ડિયન પીનલ કો઼, ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઈન્ડિયન એવિડન્સ કોડ છે. 


સગીરા સાથે બળાત્કારને લઈને પણ નવો કાયદો

આ સિવાય સગીરા સાથે બળાત્કાર કરનારને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓમાં સજાને પ્રાથમિકતા આપવામાં આવી છે. 

હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે

અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે ક્હ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે. મૉબ લિંચિંગના નવા કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ કાયદા વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર, દરેક સાથે સમાન અધિકારો પર કાયદા બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત આપણા બંધારણની ભાવના મુજબ કાયદો બનવા જઈ રહ્યો છે.

ઈન્ડિનય ક્રિમિનલ લોમાં થશે મોટા ફેરફારો 

  • નવી સીઆરપીસીમાં 356  ધારાઓ હશે, જ્યારે અગાઉ તેમાં કુલ 511 ધારાઓ હતી. 
     
  • 7 વર્ષથી વધુની સજાવાળા કેસમાં ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવશે.
     
  • દેશમાંથી ભાગી ગયેલા ગુનેગારોની ગેરહાજરીમાં કાયદાકીય પ્રક્રિયામાં સંપૂર્ણ દોષિત પુરવાર થવાની જોગવાઈ.
     
  • હવે કોર્ટે સુનાવણી પૂર્ણ થયાના 30 દિવસ બાદ કોઈપણ કેસમાં ચુકાદો સંભળાવવો પડશે.
     
  • સર્ચ જપ્તીને લઈ હવે વીડિયો બનાવવો ફરજિયાત રહેશે.
     
  • ગુનો કોઈપણ વિસ્તારમાં થયો હોય પરંતુ ફરિયાદ દેશના કોઈપણ જગ્યાએ નોંધી શકાશે.
     
  • 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની રહેશે અને 180 દિવસમાં તપાસ પૂર્ણ થશે.
     
  • લવ જેહાદમાં કામ કરવા માટે પોતાની ઓળખ બદલીને જાતીય શોષણ કરનારાઓ માટે સજાની જોગવાઈ હશે.
     
  • સગીર છોકરીઓ સાથે સામૂહિક બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ રહેશે.
     
  • બાળકો અને મહિલાઓ સાથેના ગુનામાં 10 વર્ષ સુધીની સજા
     
  • ઇન્ડિયન એવિડન્સ એક્ટ (IEA) 1872 ને ભારતીય પુરાવા અધિનિયમ 2023 દ્વારા બદલવામાં આવશે.