સિંગાપુરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારોઃ ભારતમાં પણ Covidના નવા વેરિઅન્ટની એન્ટ્રી!

કોવિડ-19 ના નવા સબવેરિઅન્ટ JN.1 નો પહેલો મામલો કેરળથી સામે આવ્યો છે

Share:

હાઈલાઇટ્સ

  • ભારતમાં કોરોના વાયરસ અને તેના સંક્રમણને લઈને ફરીથી એકવાર એકવાર એલર્ટ આવ્યું છે
  • ભારતમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ પ્રવેશી ચૂક્યો છે

સિંગાપોરમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 56,043 પર કોવિડ-19 કેસમાં વધારો થયો હતો. આનો સામનો કરવા માટે, આરોગ્ય મંત્રાલયે ભીડવાળા સ્થળો માટે માસ્ક એડવાઈઝરી ફરીથી રજૂ કરી છે. દરેક વ્યક્તિને ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવા સૂચના અપાઈ છે. સરકાર દ્વારા અત્યારથી જ એડવાન્સ હોસ્પિટલોની તૈયારી કરી દેવામાં આવી છે. 

સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયામાં કોવિડ કેસ વધીને 56,043 થઈ ગયા છે, જે અગાઉના સપ્તાહમાં 32,035 હતા. એક અઠવાડીયા પહેલા, કોરોનાના દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થવાનો આંકડો 225 જે હવે વધીને 350 થયો છે. 

સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, જે લોકોને તિવ્ર શ્વસન ચેપના લક્ષણોનો અનુભવ થાય તો ઘરે રહેવું, માસ્ક પહેરવું અને ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, રસિકરણ થકી જ આ ગંભીર બિમારીને પહોંચી વળવું શક્ય છે. 

તો બીજી તરફ, ભારતમાં કોરોના વાયરસ અને તેના સંક્રમણને લઈને ફરીથી એકવાર એકવાર એલર્ટ આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ભારતમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ પ્રવેશી ચૂક્યો છે. કોવિડ-19 ના નવા સબવેરિઅન્ટ JN.1 નો પહેલો મામલો કેરળથી સામે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે જાણકારી આપી છે. તો આ સાથે જ કોરોનાથી પીડિત એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

આ પહેલાં સિંગાપોરમાં એક ભારતીય વ્યક્તિને જેએન1 થયો હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સ તામિલનાડુના તિરુચિરાપલીનો રહેવાસી છે. તે 25 ઓક્ટોબરના રોજ સિંગાપોરની યાત્રા કરી હતી. સૂત્રોનું માનીએ તો ભારતમાં હાલ આ વાયરસના કારણે કોઈ બીમાર પડ્યું હોય એવા બીજા કેસ સામે આવ્યા નથી. મત્વનું છે કે, જેએન1 પિરોલા વેરિએન્ટનો જ વંશજ છે.  

કેરળના કન્નૂરમાં વૃદ્ધનું કોરોનાથી મોત 

કેરળના કન્નૂર જિલ્લાના પનૂર નગર પાલિકા વોર્ડમાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હતા. હવે આ ઘટના બાદ વિસ્તારમાં કોવિડને લઈને સતર્કતાઓ વધારી દેવામાં આવી છે. આ વ્યક્તિ 80 વર્ષના એક વૃદ્ધ હતા. તેમને ઉધરસ અને શ્વાસ લેવાનો પ્રોબ્લમ હતો અને તેની સારવાર ચાલી રહી હતી. 

સાવચેતીના આ પગલા લેવા જરૂરી 

કોરોનાથી બચવા માટે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, કારણ વગર હોસ્પિટલમાં ન જવું, મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગા ન થવું અને સામાન્ય શરદી-ખાંસી ધરાવતા દર્દીઓના સંપર્કમાં પણ ન આવવું જોઈએ. આ સાથે જ જો કોઈને વધારે શરદી, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા દેખાય તો, તુરંત જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. 
 

Tags :