Anju ભારત આવી, તો શું હવે Sheema Haider પાકિસ્તાન પરત ફરશે? નસરુલ્લાએ આપ્યો જવાબ

Anju And Sheema Haider: ભારતથી પોતાના પ્રેમીને પાકિસ્તાન મળવા ગયેલી અંજુ હવે ભારત આવી ગઈ છે. ત્યારે હવે પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે આવેલી સીમા હૈદરે પાકિસ્તાન જતા રહેવું જોઈએ કે નહીં, એ અંગે નસરુલ્લાએ જવાબ આપ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • અંજુ પાકિસ્તાનથી સ્વદેશ પરત ફરી ચૂકી છે.
  • પાકિસ્તાની સીમા હૈદરે તેના દેશમાં જવુ જોઈએ?
  • અંજુના પ્રેમી નસરુલ્લાએ સીમા વિશે કહી મહત્વની વાત.

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રહેતી સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારતમાં રહેતા પ્રેમી સચિનને મળવા માટે આવી પહોંચી હતી. એ પછી રાજસ્થાનના ભિવાડીમાં રહેતી અંજુ  તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાને પામવા માટે પાકિસ્તાન ગઈ હતી. આ બંને સમાચાર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અંજુએ તો પાકિસ્તાનમાં તેનું નામ પણ ફાતિમા રાખી લીધુ હતું. પછી નસરુલ્લા સાથે નિકાહ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. અંજુ ભારત પરત ફરતા તેના પ્રેમી નસરુલ્લાએ સીમા હૈદર અંગે પણ એક વાત કરી હતી. 

મારે કોઈ લેવા દેવા નહીં
જ્યારે નસરુલ્લાને સીમા હૈદર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, સીમા હૈદર સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ મારી કોઈ સગી નથી. એ આવે કે ન આવે મારે શું. એની સાથે મારે કોઈ લેવા નહીં. એ કેવી રીતે ભારત પહોંચી એ કેસ આખો અલગ છે. નસરુલ્લાએ એવું પણ કહ્યું કે, હું ખુદ અંજુને લેવા માટે ભારત આવીશ. અંજુએ કોઈ ખોટુ નથી કર્યું, એણે બધુ એની મરજીથી કર્યુ છે. 

પતિ-બાળકો સાથે કોઈ સંબંધ નહીં
નસરુલ્લાએ એવું પણ કહ્યું કે, અંજુનું તેના પતિ અને બાળકો સાથે કોઈ સંબંધ નથી. તેના પિતા પણ કહી ચૂક્યાં છે, અંજુ સાથે મારે કોઈ સંબંધ નથી. અંજુ માત્ર તેના બાળકોને મળશે, બીજા કોઈને નહીં. જો અંજુ મને ભારત બોલાવવા માગશે તો હું આવીશ અને તે પાકિસ્તાન આવવા માગતી હશે તો એ પણ કરીશ. 

પબજી રમતા પ્રેમમાં પડ્યા
મહત્વનું છે કે, પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને ગ્રેટર નોઈડામાં રહેતો સચિન મીણા પબજી રમતા રમતા પ્રેમમાં પડ્યા હતા. એ પછી બંને નેપાળળમાં મળ્યા હતા અને ત્યાં એક મંદિરમાં લગ્ન કર્યા હતા. એ પછી સીમા હૈદર પાકિસ્તાનથી દુબઈ અને ત્યાંથી નેપાળ થઈ ભારતમાં ઘુસી હતી. તે તેની સાથે તેના ચાર બાળકોને પણ લઈને આવી છે. હાલ તે તેના પ્રેમી સચિન સાથે ઘર માંડીને રહી રહી છે.