AAPનો દાવો Arvind Kejriwalની ધરપકડ કરવામાં આવશે, તેમના ઘર તરફના રસ્તાઓ કરાયા બ્લોક

આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે, આજે ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. પાર્ટીના નેતાઓએ આ વાત ટ્વિટ કરીને કરી છે. એવું પણ કહ્યું કે, તેમના ઘર તરફના રસ્તા બ્લોક કરવામાં આવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે
  • આપના અનેક નેતાઓએ કર્યો ટ્વિટથી દાવો
  • તેમના ઘર તરફના રસ્તાઓ પણ બ્લોક કરાયા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ થઈ શકે એવી શંકા આપના નેતાઓએ વ્યક્ત કરી છે. દિલ્હી દારુ નીતી મામલે ઈડી તેમની ધરપકડ કરી શકે છે. આપના નેતાઓએ ટ્વિટ કરીને આ વાતની માહિતી આપતા કહ્યું કે, તેમના ઘર તરફના રસ્તા પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. જે બાદ ઈડીની ટીમ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી શકે છે. 

ધરપકડના ભણકારા 


AAPના સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીના સીએમના ઘર તરફ જતા રસ્તા પોલીસે બંધ કરી દીધા છે. તેમના સ્ટાફને પણ ઘરે જતા રોકવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સુધી પહોંચતા મીડિયાકર્મીઓને પણ રોકવામાં આવ્યા હતા. તેમના ઘરની બહાર પોલીસનો પણ બંદોબસ્ત છે. મીડિયાકર્મીઓ માટે અલગથી જગ્યા બનાવવામાં આવી છે. જે સામાન્ય રીતે હોતી નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે, આજે ઈડી કેજરીવાલની ધરપકડ કરી શકે છે. 

પોલીસ દરોડા પાડશે 
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ઈડીએ બુધવારે નોટિસ મોકલી હતી. આ પહેલાં 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરના રોજ દિલ્હી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેઓને ઈડી સામે રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું પણ તેઓએ ઈનકાર કરી દીધો હતો. ત્યારે આપના મોટાભાગના નેતાઓનું કહેવું છે કે, તપાસ એજન્સી તેમની ધરપકડ કરી શકે છે. તેમના ઘરે દરોડા પાડી શકે છે.