Assembly Election: મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની 300 બેઠકો પર આજે મતદાન

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે

Courtesy: Image: Twitter

Share:

 

Assembly Election: મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની 300 બેઠકો પર આજે 17 નવેમ્બરના રોજ મતદાન થશે. છત્તીસગઢમાં આજે બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. મધ્યપ્રદેશમાં 5.6 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે.

 

મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 35 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 64 હજાર 523 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં 17 હજાર સંવેદનશીલ મતદાન મથકો છે. 

 

આ વખતે વિધાનસભાના 50 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે. ગત ચૂંટણીમાં માત્ર 10 ટકા મતદાન મથકો પર જ વેબકાસ્ટિંગ થતું હતું, પરંતુ આ વખતે 35 હજાર વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે.

Assembly Electionમાં કુલ 2533 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

આ વખતે વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં કુલ 2533 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાં ભાજપ-કોંગ્રેસે તમામ 230 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટીએ 181 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમ આદમી પાર્ટી પાસે 66, સપા પાસે 71 ઉમેદવારો છે, જ્યારે અપક્ષ ઉમેદવારોની સંખ્યા 1166 છે. એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર પણ મેદાનમાં છે.

 

આ વખતે વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં યુવા અને મહિલા મતદારોને ગેમ ચેન્જર ગણવામાં આવી રહ્યા છે. 18 થી 19 વર્ષની વયના 22 લાખ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં 20 થી 39 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 2 કરોડ 86 લાખ છે. 

 

જ્યારે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 5 કરોડ 60 લાખ છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 2 કરોડ 88 લાખ 25 હજાર 607 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2 કરોડ 72 લાખ 33 હજાર 945 છે. ત્રીજા લિંગના મતદારોની સંખ્યા 1373 છે. 75 હજારથી વધુ પોસ્ટલ બેલેટ કર્મચારીઓ છે.

 

એમપીની બુધની વિધાનસભા સીટ ભાજપના ગઢ તરીકે ઓળખાય છે. ચાર વખતના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બુધની પર એટલો વિશ્વાસ થઈ ગયો છે કે તેઓ બુધનીમાં વોટ માંગવા પણ જતા નથી. અહીંનું સમગ્ર પ્રમોશન હવે તેમની પત્ની સાધના સિંહ અને પુત્રો સંભાળે છે. આ વખતે કોંગ્રેસે બુધનીથી વિક્રમ મસ્તલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.   

 

સીએમ શિવરાજ છઠ્ઠી વખત બુધનીથી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) લડી રહ્યા છે. સીએમ શિવરાજે 1990માં પહેલીવાર બુધની સીટ પરથી ચૂંટણી લડી હતી અને મુખ્યમંત્રી બન્યા બાદ બીજી ચૂંટણી 2006માં થઈ હતી. ત્યારબાદ 2008થી 2018 સુધી ત્રણ ચૂંટણી જીતીને સીએમ શિવરાજ મુખ્યમંત્રી બન્યા હતા.