Samsungનો ફોન વાપરતા લોકો સાવધાનઃ સરકારે જાહેર કરી ચેતવણી!

ભારત સરકારે CERT-INની તરફથી ચેતવણી જાહેર કરતાં જણાવ્યું કે એવા ઘણાં સિક્યોરિટી ઈશ્યૂઝ છે જે Samsung Mobile Android Versions 11,12,13, 14 ને પ્રભાવિત કરી રહ્યાં છે.

Share:

હાઈલાઇટ્સ

  • CERT-In દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી હાઈ રિસ્ક વોર્નિંગ કેટેગરીની છે
  • જો તમે એન્ડ્રોઇડ વર્ઝન 11થી 14 પર સેમસંગ સ્માર્ટફોન ચલાવી રહ્યા છો તો સાવધાન

સેમસંગના ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી યુઝર્સની સિક્યોરિટી સંબંધીત છે. આમાં ભારત સરકાર દ્વારા સેમસંગ સ્માર્ટફોનની કમીઓ વિશે વાત કરવામાં આવી છે. Computer Emergency Response Team દ્વારા હાઈ-રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 

ભારત સરકારે CERT-INની તરફથી ચેતવણી જાહેર કરતાં જણાવ્યું કે એવા ઘણાં સિક્યોરિટી ઈશ્યૂઝ છે જે Samsung Mobile Android Versions 11,12,13, 14 ને પ્રભાવિત કરી રહ્યાં છે. તેના ખતરનાક પ્રભાવને જોતાં ચેતવણી આપવામાં આવી છે. CERT-IN રિસર્ચરે જણાવ્યું કે આ ખામીઓને લીધે અટેકર્સને સિક્યોરિટીમાં ખેલેલ કરવાનો રસ્તો મળી જાય છે. 

CERT-In દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી હાઈ રિસ્ક વોર્નિંગ કેટેગરીની છે. આનો અર્થ એ છે કે જો તમે પણ એન્ડ્રોઇડ વર્ઝન 11 થી 14 પર સેમસંગ સ્માર્ટફોન ચલાવી રહ્યા છો, તો તમારે આ ચેતવણીને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ. આવા તમામ યુઝર્સે સરકારની ચેતવણી પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને તેમના સ્માર્ટફોન અપડેટ કરવા જોઈએ. નહિંતર, તમારા સ્માર્ટફોનમાંથી સંવેદનશીલ જાણકારી ચોરી થઈ શકે છે. 

કેવી રીતે બચી શકાય? 

યૂઝર્સે સિક્યોરિટી અપડેટ અપ્લાય કરવું પડશે. સેમસંગે હાલમાં જ સિક્યોરિટી એડવાઈઝરી જારી કરી છે. સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટમાં જઈને તમે અપડેટ ચેક કરી શકશો. જો તમારા ફોનમાં પણ અપડેટ દેખાડી રહ્યું છે તો તમે તેને ફોલો કરી શકો છો. અપડેટ માટે તમારે સતત ચેક કરતાં રહેવું પડશે અને ફોનમાં ઈંસ્ટોલ કરી દેવું પડશે.

સૌથી જરૂરી વાત એ છે કે, આપ સ્માર્ટફોન વાપરતા સમયે એકદમ સાવધાન રહો. કોઈપણ અજાણી એપ ઈન્સ્ટોલ કરતા પહેલા તેના વિશે પૂર્ણતઃ જાણકારી મેળવી લો. 

આઉટ ડેટેડ એપ્સ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં અટેકર્સને સરળ રસ્તો મળી જાય છે. તેથી એપ્સ સતત અપડેટ કરવી જોઈએ.
 
સેમસંગ ગેલેક્સી S23 સીરીઝ, Galaxy ફ્લિપ 5, Galaxy ફોલ્ડ 5 સીરીઝનાં ફોન ખાસ આ ખતરા હેઠળ છે. જો તમે પણ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ખાસ સાવધાન રહેવું પડશે.