નવી સિદ્ધીઃ Avon Newage Cycles ને MSME મંત્રાલયનું ZED ગોલ્ડ સર્ટિફિકેટ મેળ્યું

ગોલ્ડન સર્ટિફીકેટ પ્રાપ્ત કરવા માટે યુનિટ્સમાં અપગ્રેડેશન, પ્રદૂષણના ધારા-ધોરણોનું પાલન અને અન્ય કેટલાય વિવિધ પ્રકારના સંવર્ધનની જરૂર પડે છે. 

Share:

હાઈલાઇટ્સ

  • એવોન સાઈકલ્સ લિમિટેડ આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનારી શહેરના માત્ર 8 યુનિટ્સ પૈકીની એક છે
  • અંદાજે 100 કરોડ રૂપીયાના રોકાણ સાથે આ યુનિટમાં એવોન સાઈકલ્સે એક આધુનિક અને હાઈટેક સાઈકલ પ્લાન્ટની સ્થાપના કરી છે.

નીલોન નહેર પાસે નવી સ્થાપિત કરવામાં આવેલી એવન ન્યુએજ સાઈકલ યુનીટે પોતાના ઉચ્ચસ્તરીય સાઈકલ ઉત્પાદન માટે માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર પ્રાઈઝ (MSME) ના ZED પ્રમાણપત્રમાં ગોલ્ડન સર્ટિફીકેટ મેળવ્યું છે. 

આ પ્રમાણપત્ર એવા યુનિટ્સને મળે છે કે જેમનું ઉત્પાદન સર્વોચ્ચ ગુણવત્તા વાળુ હોય. સારી ગુણવત્તા સાથે પોતાની પ્રોડક્ટ બનાવતા એકમોને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવે છે. ગોલ્ડન સર્ટિફીકેટ પ્રાપ્ત કરવા માટે યુનિટ્સમાં અપગ્રેડેશન, પ્રદૂષણના ધારા-ધોરણોનું પાલન અને અન્ય કેટલાય વિવિધ પ્રકારના સંવર્ધનની જરૂર પડે છે. એવોન સાઈકલ્સ લિમિટેડ આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનારી શહેરના માત્ર 8 યુનિટ્સ પૈકીની એક છે. 

આ મામલે વધુ જાણકારી આપતા એવોન સાઈકલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ઋષિ પાહવાજીએ કહ્યું કે, એવોન ગ્રુપે થોડા વર્ષો પહેલા વિશેષ રૂપથી સારી ગુણવત્તાની અને મજબૂત સાઈકલ્સ બનાવવા માટે એવોન ન્યુએજની શરૂઆત કરી હતી. અંદાજે 100 કરોડ રૂપીયાના રોકાણ સાથે આ યુનિટમાં એવોન સાઈકલ્સે એક આધુનિક અને હાઈટેક સાઈકલ પ્લાન્ટની સ્થાપના કરી છે. આ યુનિટ હવે યુરોપમાં પણ સાઈકલની નિકાસ કરવા માટે સજ્જ છે. અમારી કંપનીનું લક્ષ્ય છે કે અમે માર્ચ 2024 સુધીમાં યુરોપમાં લગભગ 2 લાખ જેટલી સાઈકલ એક્સપોર્ટ કરીએ. 

આ પહેલ સાયકલિંગ ઉદ્યોગમાં ઉચ્ચ ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા પ્રત્યે એવોન સાયકલ્સ લિમિટેડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.