Pics: અયોધ્યાનું રામ મંદિર કેટલું બનીને તૈયાર થયું? સામે આવી નિર્માણ કાર્યની તસવીરો

Ram mandir: યુપીના અયોધ્યામાં છેલ્લાં કેટલાંય સમયથી રામ મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, મંદિરનું 80 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આગામી 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.

Share:

હાઈલાઇટ્સ

  • રામ મંદિરનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે
  • આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
  • વિદ્વાન પંડિત દ્વારા વિશેષ પૂજા અર્ચના કરાશે

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનું કામ એંસી ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. છેલ્લાં કેટલાંય સમયથી મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભક્તો પણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આતુર છે. મંદિર શરુ થાય એ પહેલાં જ એરપોર્ટનું કામ પુરું થઈ જશે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણ કાર્યની તાજેતરની તસવીરો જારી કરી છે. 

કાશીના વિદ્વાન પંડિત કરાવશે પૂજા 

 

ram mandir
ayodhya ram mandir


પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પૂજા પાઠ કરાવતા પૂજારીઓનું નેતૃત્વ કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત મથુરાનાથ દિક્ષિત કરશે. 88 વર્ષીય આ પૂજારીનું કનેક્શન કાશીના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ગંગ ભટ્ટ સાથે છે. જેઓએ શિવાજી મહારાજનો રાજ્યભિષેક કરાવ્યો હતો. 

70 સ્થંભો પર કોતરણી 

ram mandir
ayodhya ram mandir


રામ મંદિરમાં ભૂતળનું કામ પુરું થઈ ચૂક્યું છે. મંદિરના 70 સ્તંભો પર કોતરણી કામ ચાલુ છે. કોતરણી કામ માટે સ્પેશિયલ કારીગરો બોલાવવામાં આવ્યા છે. આ કોતરણીમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. 

ગર્ભગૃહનું કામ લગભગ પૂરું 

 

ram mandir
ayodhya ram mandir


મંદિરમાં ગર્ભગૃહમાં હવે વધારે કામ બાકી નથી. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. અહીં સોનાના સિંહાસન પર ભગવાન રામ બિરાજમાન કરશે. પીએમ મોદી અસ્થાયી મંદિરથી રામલલ્લાને હાથમા લઈ મુખ્ય મંદિરમાં સ્થાપિત કરશે. 

નિર્માણ કાર્યમાં સામેલ શ્રમિકોને પણ આમંત્રણ 
મંદિરનું નિર્માણ કાર્ય કરી રહેલાં શ્રમિકોને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવશે. આ નિર્ણય શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. તેઓ પણ રામલલ્લાની પ્રતિષ્ઠાના સાક્ષીઓ બનશે.