Ayodhya: રામ મંદિર માટે દાનવીર બન્યા 300 ભીક્ષુકો, આપ્યું રૂ 4 લાખનું દાન

હાલ અયોધ્યામાં જોરદાર માહોલ જામ્યો છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં આખુ અયોધ્યા ભગવાન રામના રંગમાં રંગાાઈ ગયુ છે અને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભીખારીઓના દાનને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે આ ભીખારીઓને પણ આમંત્રણ આપવામા આવ્યું
  • સંત સમાજ પણ આ ભીખારીઓના ખુશહાલ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે
  • આખુ અયોધ્યા હાલ ભગવાન રામના રંગમાં રંગાઈ ગયુ છે

અયોધ્યાઃ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં દેશ વિદેશમાંથી મહેમાનો પહોંચ્યા છે. દેશ વિદેશમાંથી ભગવાન રામ માટે દાન આવી રહ્યું છે. કોણ ગરીબ અને કોણ અમીર. કારણ કે ભગવાન માટે તો સૌ સરખા છે. સૌ કોઈ ભગવાન માટે દાન આપી રહ્યા છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે, અહીં યાચકોએ પણ ભગવાન રામ માટે દાન કર્યુ છે. અહીં 300 જેટલાં ભીક્ષુકોએ  ભગવાન રામ માટે કુલ ચાર લાખ રુપિયાનું દાન કર્યુ છે. ત્યારે જાચકોના દાનને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે આ ભીખારીઓને પણ આમંત્રણ આપવામા આવ્યું છે. 

4 લાખ રુપિયાનું દાન 
વાત એવી છે કે, આ તમામ ક્ષુધાતુરોએ રામ મંદિરના નિર્માણ માટે સમર્પણ નિધી અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યુ છે. જેના માટે સંઘ પણ આ ભીક્ષુકોની ઓળખ કરી રહ્યું છે. જેથી કરીને આ ઐતિહાસિક ક્ષણમાં તેઓને પણ સામેલ કરવામાં આવી શકે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામાી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, ભગવાન રામ તમામ પંથને એક સાથે જોડી રાખે છે. 

ભીખારીઓને પણ આમંત્રણ 
તેઓએ કહ્યું કે, ભગવાન રામ માટે હાલ સૌ કોઈ દાન આપી રહ્યુ છે અને આ ધાર્મિક કામમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. ત્યારે પ્રયાગરાજના ભીક્ષુકોએ એક ઉત્તમ ઉદાહરણ સમાજમાં બેસાડ્યું છે. સંત સમાજ પણ આ ભીક્ષુકોના ખુશહાલ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ રામ ભક્તોમાં અનેક મુસ્લિમ લોકો પણ સામેલ છે. મહત્વનું છે કે, ભગવાન રામનો 500 વર્ષનો વનવાસ ખતમ થવા જઈ રહ્યો છે.  એટલા માટે આ મહોત્સવ મહત્વપૂર્ણ છે.