ઉંઘની ખરાબ પેટર્ન, તમારી પ્રજનન ક્ષમતાને અસર કરશેઃ અપનાવો આ 6 ટિપ્સ

બહુ જ ઓછા લોકો જાણે છે કે, તમારી ઉંઘની પેટર્ન પણ તમારી પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • અપર્યાપ્ત ઉંઘના કારણે પુરૂષો અને મહિલાઓ બંન્નેની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ શકે
  • શિફ્ટ વર્કને અનુસરતા લોકો સાથે સમસ્યા વધારે જોવા મળે છે

ખરાબ જીવનશૈલી અને વ્યક્તિની કેટલીક ખરાબ આદતો તેના સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ છે પરંતુ આ સિવાય તેની પ્રજનન ક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે. વધારે અથવા ઓછું વજન, હાનિકારક આહાર, ધૂમ્રપાન, દારૂનું સેવન, કસરત ન કરવી વગેરે આદતો મુશ્કેલીમાં મુકી શકે છે અને ગર્ભધારણની ક્ષમતા પર પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે. 

પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે, તમારી ઉંઘની પેટર્ન પણ તમારી પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. વિશેષજ્ઞો અનુસાર, અપર્યાપ્ત ઉંઘના કારણે પુરૂષો અને મહિલાઓ બંન્નેની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. પર્યાપ્ત આરામ વિના માત્ર બે રાત હોર્મોનના ઉત્પાદનમાં અને શરીરના તાણના પ્રતિભાવમાં વિક્ષેપ લાવી શકે છે. ઊંઘની વિક્ષેપ માટે, સંબંધિત ડોમેન્સમાં ઊંઘનું વિભાજન, ઊંઘની સાતત્યતામાં ખલેલ, ટૂંકી અથવા લાંબી ઊંઘની અવધિ, સર્કેડિયન ડિસરિથમિયા અને/અથવા હાયપોક્સિયાનો સમાવેશ થઈ શકે છે. ઘટતી પ્રજનન ક્ષમતા સાથે ઊંઘમાં વિક્ષેપનું મુખ્ય કારણ શિફ્ટ વર્ક પેટર્ન ધરાવતા લોકોમાં જોવા મળે છે.

જ્યારે આપણું શરીર અંધારા અને પ્રકાશની સુસંગત પેટર્નના સંપર્કમાં આવે છે ત્યારે આપણી બોડી સાઈકલ યોગ્ય રીતે કાર્ય કરે છે તે CIRCADIAN RYTHM તરીકે પણ ઓળખાય છે. આ પેટર્નમાં ફેરફારથી પ્રતિકૂળ અસરો થશે જે શિફ્ટ વર્કને અનુસરતા લોકો સાથે સમસ્યા તરીકે જોવામાં આવે છે.

ઉંઘની ગુણવત્તા સુધારવા માટે આ પદ્ધતી અપનાવો! 

  • પોતાની દિનચર્યામાં કેટલાક પ્રકારના એરોબિક વ્યાયામ શામિલ કરી લો, જે અસ્થાયી રૂપથી આપની હ્યદયની ગતિને નિયંત્રીત કરે છે. 
  • નિયમિત પણે અડધો કલાક ચાલવાની આદત પાડો, આનાથી તમારી ઉંઘની ગુણવત્તામાં સુધારો આવશે. 
  • રાત્રે સૂવાના સમયનું એક નિયમિત શિડ્યુલ બનાવીને રાખો, અને એમાં પણ ખાસકરીને જ્યારે મહિલાઓને ગર્ભધારણ કરવાનું હોય ત્યારે. એક નિયમિત સમયે સૂવાનું અને સવારે ઉઠવાનું લક્ષ્ય રાખો. 
  • પોતાના શયનકક્ષમાં અંધારું અને ઠંડકવાળુ વાતાવરણ મેન્ટેઈન કરી, તમારા રૂમમાં સૂવા માટે એક યોગ્ય વાતાવરણ બનાવો. 
  • સૂતા પહેલા તમે હુંફાળા પાણીથી સ્નાન પણ કરી શકો છે, એક કપ ચા પીવો, સારુ પુસ્તક વાંચો અથવાતો મધુર સંગીત સાંભળો. 
  • સૂતા પહેલા દારૂ અથવા તો અન્ય નશીલા પદાર્થોનું સેવન ન કરશો, આ લાંબા ગાળે તમને નુકસાન પહોંચાડશે.