Video: સરકાર સામે લડી લેવાના મૂડમાં કુસ્તીબાજ બજરંગ પૂનિયા! પદ્મશ્રી પાછો આપવાનો કર્યો નિર્ણય

બજરંગ પૂનિયાને PM મોદીના આવાસમાં ન જવા દેતા, તેઓએ પોતાનો પદ્મશ્રી પુરસ્કાર ત્યાં જ ફૂટપાથ પર મૂકી દિધો હતો

Share:

હાઈલાઇટ્સ

  • મહિલા કુસ્તીબાજોનું અપમાન કર્યા પછી તે આટલું સન્માનજનક જીવન જીવી શકશે નહીં: બજરંગ પૂનિયા
  • પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બજરંગ પૂનિયાનો વ્યક્તિગત નિર્ણય છેઃ રમત-ગમત મંત્રાલય

સાક્ષી મલિકે સંન્યાસની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ઓલમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયાએ પીએમ મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું કે, તેઓ પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પાછો આપી દેશે. 2019 માં બજરંગ પૂનિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પોતે કરેલી જાહેરાત બાદ થોડા સમયમાં જ બજરંગ પૂનિયા પોતાનો અવોર્ડ લઈને દિલ્હીના પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા. ત્યાં પોલીસે તેમને અંદર ન જવા દિધા. લાંબા સમય સુધી બજરંગ અને પોલીસકર્મી વચ્ચે ત્યાં ચર્ચા ચાલતી રહી. 

બજરંગ પૂનિયાને PM મોદીના આવાસમાં ન જવા દેતા, તેઓએ પોતાનો પદ્મશ્રી પુરસ્કાર ત્યાં જ ફૂટપાથ પર મૂકી દિધો હતો. આમાં મેડલ અને કેટલાક કાગળ પણ હતા. આનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બજરંગ પુનિયાને પોલીસે કર્તવ્ય પથ પર જ રોકી લીધો હતો. ત્યાં તેમણે કહ્યું કે, હું પદ્મશ્રી પુરસ્કાર એ વ્યક્તિને આપીશ જે આને વડાપ્રધાન સુધી લઈને જશે. તેઓ વારંવાર પોલીસને કહી રહ્યા હતા કે તમે આને વડાપ્રધાન સુધી પહોંચાડી દો.

બજરંગે પોતાને 'અપમાનિત કુસ્તીબાજ' ગણાવતાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોનું અપમાન કર્યા પછી તે આટલું સન્માનજનક જીવન જીવી શકશે નહીં, તેથી તેઓ તેમનું સન્માન પરત કરી રહ્યા છે. હવે તેઓ આ સન્માનના બોજ હેઠળ જીવી શકશે નહીં. બજરંગ પુનિયાને 12 માર્ચ 2019ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ મામલે નિવેદન આપતા કેન્દ્રીય રમત-ગમત મંત્રાલયે જણાવ્યું કે, પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બજરંગ પૂનિયાનો વ્યક્તિગત નિર્ણય છે. WFI ની ચૂંટણી નિષ્પક્ષ અને લોકતાંત્રિક રીતે થઈ છે, અને એટલા માટે જ તેના પર સવાલો ઉભા કરવાનો કોઈ મતલબ નથી. જો કે, બજરંગ પુનિયાને અપીલ કરવામાં આવશે કે તેઓ પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય પાછો લે. 
 

Tags :