ના હોય! હવે, બેંકો ખાલી 5 જ દિવસ ખુલ્લી રહેશે? દર શનિવારે બંધ રાખવા શું છે સરકારનો પ્લાન?

Bank Five Days Working: રાજ્યસભાના સાંસદ સુમિત્રા બાલ્મિકીએ આપણા નાણા મંત્રીને સવાલ કર્યો કે, ઈન્ડિયન બેંક એસોસિએશને સરકારને સરકારી બેંકોમાં પાંચ દિવસના વર્કિંગ ડેઝને લઈ પ્રસ્તાવ સોંપ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • બેંકોમાં હવે પાંચ દિવસ રહેશે વર્કિંગ ડેઝ, દર શનિવારે મળી શકે રજા
  • સરકારી બેંકોની મેનિજિંગ બોડી ઈન્ડિયન બેંક એસોસિએશને સોંપેલે પ્રસ્તાવ
  • રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં અપાયો જવાબ

નવી દિલ્હીઃ  સરકારી બેંકોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ટૂંક સમયમાં બેંકમાં કામ કરતા કર્મચારીઓની પાંચ દિવસ વર્કિંગ ડેઝ મળી શકે છે. એટલે કે દર શનિવારે પણ રજા મળશે. જેથી બેંક માત્ર પાંચ જ દિવસ માટે ખુલ્લી રહશે અને શનિવાર તથા રવિવારે બંધ રહેશે. દેશમાં સરકારી બેંકોની મેનિજિંગ બોડી ઈન્ડિયન બેંક એસોસિએશને ગયા જુલાઈ મહિનામાં જ સરકારે આ મામલે પ્રસ્તાવ સોંપ્યો હતો. ત્યારથી આ મુદ્દે વિવિધ વિચારણાઓ ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ વાતની જાણકારી સંસદના શિયાળુસત્રમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપ્યો હતો. 

સવાલનો જવાબ
રાજ્યસભાના સાંસદ સુમિત્રા બાલ્મિકીએ નાણા મંત્રીને સવાલ કર્યો હતો કે, આ મામલે આવો કોઈ પ્રસ્તાવ મળ્યો છે ખરો. પાંચ દિવસ વર્કિંગ ડેઝને લાગુ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે, ખરા. ત્યારે રાજ્ય નાણા મંત્રી ભાગવત કરાડે જવાબ આપતા કહ્યું કે, એસોસિએશન દ્વારા આ પ્રસ્તાવ મળ્યો છે. પરંતુ તેઓએ જવાબમાં એ ન જણાવ્યું કે, સરકાર દ્વારા આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ કારણે મળે છે રજા 
રાજ્ય નાણા મંત્રીએ જાણકારી આપી કે, 28 ઓગસ્ટ, 2015માં ઈન્ડિયન બેંક એસોસિએશન અને બેંક યુનિયનો વચ્ચે એક સમજૂતી થઈ હતી. જેના આધારે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા આપવામાં આવે છે. બીજી એક મહત્વની વાત એ છે કે, બેંક કર્મચારીઓનું વેતન એગ્રીમેન્ટ ગયા નવેમ્બર 2022માં જ સમાપ્ત થઈ ચૂક્યું છે. જેથી આ નિર્ણયથી 8.50 લાખ બેંક કર્મચારીઓને ફાયદો થવાની શક્યતા છે. 

વોટ બેંક ઊભી કરવાનો પ્રયાસ
સરકાર જો બેંકો માત્ર પાંચ જ દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લે તો એવું ગણિત સમજવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલાં બેંક કર્મચારીઓને આ ભેટ આપીને સરકાર પોતાની વોટ બેંક ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક અમ્પ્લોયઝે 17 જુલાઈના રોજ એક બેઠક કરી હતી. આગામી બેઠકમાં બેંકોમાં પાંચ દિવસ વર્કિંગ ડેઝને લઈને વિચાર કરવાની પણ વાત કરી હતી.