PM મોદીએ ભગવાન રામની ધરતી પરની મુલાકાત પહેલાં આપ્યો આ મજબૂત સંદેશ

PM મોદી અયોધ્યા રેલવે સ્ટેશનનુ ઉદ્ઘાટન કરીને અન્ય કાર્યક્રમોની શરુઆત કરશે. એ પછી પીએમ મોદી અમૃત ભારત એક્સપ્રેસ અને વંદે ભારતને લીલી ઝંડી આપશે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદી અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
  • નવનિર્મિત એરપોર્ટનું પણ પીએમ મોદી અનાવરણ કરશે
  • 1500 કરોડથી વધુ કિંમતની પરિયોજનાઓનું લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ પીએમ મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે. અયોધ્યા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવમાં આવી રહ્યો છે. પીએમ મોદી આજે અહીં રુપિયા 1500 કરોડથી વધુ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યા યાત્રા પહેલાં પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકાર શહેરમાં વિશ્વ સ્તરની માળખાકીય સુવિધા વધારવા માટે પ્રતિબદ્ધ છે. સવારે 11.15 વાગે પીએમ મોદી અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. એ પછી અન્ય કાર્યક્રમોની શરુઆત કરશે. પીએમ અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. બપોરે 12.15 વાગે તેઓ નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું અનાવરણ કરશે. 

જીવન સરળ થઈ જશે


પીએમ મોદીએ એક્સ પર હિંદીમાં લખ્યું કે, અમારી સરકાર વિશ્વ સ્તરની માળખાકીય સુવિધાના વિકાસ, કનેક્ટિવિટીમાં સુધારો કરવા અને ભગવાન રામની અયોધ્યા નગરીની સમૃદ્ધ વિરાસતને સંરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં હું માત્ર નવનિર્મિત એરપોર્ટ અને પુનર્વિકસિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરીશ. આ સિવાય મને અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું. જે બાદ અયોધ્યા આખા યુપી સહિત દેશના અનેક વિસ્તારોમાં મારા પરિવારના સભ્યોનું જીવન સરળ બની જશે. 

1500 કરોડથી વધુ પરિયોજનાઓ
બપોરે 1 વાગે એક કાર્યક્રમ થયા બાદ તેનું સમાપન થશે. જ્યાં પીએમ મોદી અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે અને આધાર શિલા મૂકશે. સામૂહિક રીતે 1500 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓમાં અયોધ્યા અને આસપાસના વિકાસ માટે સમર્પિત 11100 કરોડની પહેલ સામેલ છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં વિવિધ વિસ્તારને ધ્યાનમાં રાખીને રુપિયા 4600 કરોડની પરિયોજનાઓનું અનાવરણ કરશે.