Bengaluru Fraud: એન્જિનિયરે ₹15 હજારમાં બેડ વેચવા કાઢ્યો, ભેજાબાજે ₹68 લાખની ટોપી પહેરાવી

ફોન કરનારા ભેજાબાજે પહેલાં આ એન્જિનિયરને ફોન કરીને કહ્યું કે, તે યુપીઆઈથી રુપિયા મોકલી શકી રહ્યો નથી. એટલે પહેલાં તે તેને પાંચ રુપિયા મોકલે એ તેને પાછા આપી દેશે.

Share:

હાઈલાઇટ્સ

  • એન્જિનિયરે બેડ વેચવા કાઢ્યો અને 68 લાખ ગુમાવ્યા
  • ભેજાબાજે ધીરે ધીરે ફસાવીને ખાતામાંથી 68 લાખ ઉપાડી લીધા
  • એન્જિનિયરને 15 હજારનો બેડ 68 લાખ રુપિયામાં પડ્યો

બેંગાલુરુઃ આજે ઓનલાઈન ક્રાઈમમાં ખાસો એવો વધારો થયો છે. ત્યારે બેંગાલુરુમાં રહેતો એક એન્જિનિયર પણ આ રીતે ફ્રોડનો શિકાર બન્યો હતો. આ એન્જિનિયર પોતાનો બેડ રુપિયા 15 હજારમાં વેચવા માગતો હતો. એટલા માટે તેણે ઓનલાઈન ફોટો મૂક્યો હતો. પરંતુ સાઈબર બેજાબાજોએ તેની સાથે જ ફ્રોડ કરી નાખ્યું હતું. માત્ર ત્રણ જ દિવસમાં આ ભેજાબાજે એન્જિનિયર યુવકને 68 લાખ રુપિયાનો ચૂનો ચોપડ્યો હતો. ત્યારે એન્જિનિયરે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

બેડ વેચવા કાઢ્યો
પોલીસના જણાવ્યા મુજબ, એન્જિનિયર યુવક પોતાનો યુઝ્ડ બેડ પંદર હજાર રુપિયામાં વેચવા માગતો હતો. જેથી તેણે ઓનલાઈન તેનો ફોટો મૂક્યો હતો. છ ડિસેમ્બરના રોજ તેના પર એક કોલ આવ્યો હતો અને પછી તેણે પોતાની ઓળખ એક ફર્નિચર સ્ટોરના માલિક તરીકે આપી હતી. તેણે કહ્યું કે, તેણે ઓનલાઈન બેડના ફોટા જોયા છે અને તે ખરીદવા માગે છે. એ પછી બંને વચ્ચે ભાવતાલ થયો અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું પણ નક્કી થઈ ગયું. 

આ રીતે બાટલીમાં ઉતાર્યો 
આ ભેજાબાજે કહ્યું કે, તે યુપીઆઈથી પેમેન્ટ કરી શકી રહ્યો નથી. એટલે તે તેને પાંચ રુપિયા મોકલે. જે તે રિટર્ન કરી દેશે. યુવકે પાંચ રુપિયા મોકલ્યા તો તેણે 10 રુપિયા મોકલ્યા. પછી 5 હજાર મોકલવા કહ્યું. તો તેણે 10 હજાર મોકલ્યા. પછી 7500 રુપિયા મોકલવાનું કહ્યું. ત્યારે ભેજાબાજે તેને 15 હજાર રુપિયા મોકલ્યા. આ રીતે ધીરે ધીરે ફસાવ્યો. 

લિંક મોકલી 
એ પછી એક લિંક મોકલી અને ઓટીપી દ્વારા તેના ખાતામાંથી રુપિયા કપાતા ગયા. આમ કરતા એન્જિનિયરના ખાતામાંથી 68 લાખ રુપિયા ઉપડી ગયા. આખરે ખાતામાંથી 68 લાખ રુપિયા ગાયબ થઈ જતા એન્જિનિયર પણ ચોંકી ગયો હતો. તેણે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.