આ બે ભારતીય મીઠાઈઓને વિશ્વની ટોચની મિઠાઈઓના લિસ્ટમાં મળ્યું સ્થાન

મૈસૂર પાક સિવાય આ લિસ્ટમાં ફાલુદા અને ગુલ્ફી જેવી મીઠાઈઓને પણ શામિલ કરવામાં આવી છે

Share:

ભારત પોતાની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે પોતાના ફૂડ માટે પણ ખૂબજ ફેમસ છે. અહીંયા આપને કેટલાય એવા વ્યંજનો દેખાશે કે જેને ન માત્ર દેશમાં પરંતુ વિદેશોમાં પણ ખૂબજ પસંદ કરવામાં આવે છે. અહીંયા કેટલીય મીઠાઈઓ એવી પણ છે કે જે પોતાના અલગ જ સ્વાદ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 

આને જોતા વિશ્વની સૌથી વધારે પસંદ કરવામાં આવનારી મીઠાઈઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આમાં ભારતની બે મિઠાઈઓ પણ શામિલ કરવામાં આવી છે. મૈસૂર પાક સિવાય આ લિસ્ટમાં ફાલુદા અને ગુલ્ફી જેવી મીઠાઈઓને પણ શામિલ કરવામાં આવી છે. આ એક ફૂડ આધારીત મેગેઝીન છે કે જે દુનિયાના સ્ટ્રીટ ફૂડની સમીક્ષા કરે છે અને તેમનું લિસ્ટ બનાવે છે. 

તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આ લિસ્ટમાં મૈસૂર પાકને 14મું સ્થાન મળે છે, તો ગુલ્ફી અને ફાલુદાને 18 મા અને 32મા નંબરે સ્થાન મળ્યું છે. આ પહેલા ગુલ્ફી અને ગુલ્ફી ફાલુદાને બેસ્ટ ફ્રોઝન ડેઝર્ટના લીસ્ટમાં શામિલ કરવામાં આવ્યા હતા. બાદમાં હવે આ મીઠાઈએ વિશ્વની બેસ્ટ સ્ટ્રીટ ફૂડ મીઠાઈઓના લિસ્ટમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

આ છે ટોપ-5 મીઠાઈઓ 

ટોપ 5 મીઠાઈઓમાં પહેલું સ્થાન પુર્તગાલી પેસ્ટલ ડી નાટાને મળ્યું છે. બીજા નંબરે ઈન્ડોનેશીયાની સોરાબી મીઠાઈ, ત્રીજા નંબરે તુર્કીની કા ડોંડુરમા રહી છે. તો ચોથા સ્થાને સાઉથ કોરીયાની હોટ્ટેઓક રહી અને પાંચમાં સ્થાને થાઈલેન્ડની પા થોંગ મીઠાઈ રહી. 

Tags :