BharatPeએ કો-ફાઉન્ડર Ashneer Grover સામે કાનૂની કાર્યવાહી કરી

અશ્નીર ગ્રોવર પર કંપનીની ગોપનીય માહિતી ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

Courtesy: Twitter

Share:

Ashneer Grover: ફિનટેક કંપની BharatPe એ અશ્નીર ગ્રોવર સામે નવો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા આ કેસમાં BharatPeના સહ-સ્થાપક ગ્રોવર પર કંપનીની ગોપનીય માહિતી ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ માટે તેણે માફી પણ માંગવી પડી હતી. અશ્નીર ગ્રોવરની (Ashneer Grover) મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરમાં તે ન્યુયોર્ક જઈ રહ્યો હતો. પરંતુ, અશ્નીર ગ્રોવરને દિલ્હી એરપોર્ટ પર રોકીને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ તેમને તપાસમાં જોડાવા માટે કહ્યું હતું.
 
કંપની વિશેની ગુપ્ત માહિતી જાહેર કરવાનો આરોપ

ટાઈગર ગ્લોબલની આગેવાની હેઠળ અને ડ્રેગનિયર ઈન્વેસ્ટર ગ્રુપની સહભાગિતા સાથે ફંડિંગ રાઉન્ડે $370 મિલિયન એકત્ર કર્યા હતા અને ફિનટેક ફર્મનું મૂલ્ય $2.86 બિલિયન હતું. ભારત પેના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે ગ્રોવરની ક્રિયાઓ તેના રોજગાર કરારમાં દર્શાવેલ જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે. દાવો કરીને કે અશ્નીર ગ્રોવરે  (Ashneer Grover)  કંપની વિશેની ગુપ્ત માહિતી જાહેર કરી છે.
 
ગ્રોવરના વકીલે કોર્ટમાં માફી માંગી

જસ્ટિસ સચિન દત્તાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કંપનીના વકીલે આરોપ લગાવ્યો છે કે અશ્નીર ગ્રોવરે BharatPeમાંથી રાજીનામું આપી દીધું છે. હજુ પણ પોતાની પાસે ગોપનીય માહિતી રાખે છે. આ રોજગાર કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ અંગે અશ્નીર ગ્રોવરના વકીલે કોર્ટ સમક્ષ માફી પણ માંગી હતી. તેણે દલીલ કરી હતી કે અશ્નીર ગ્રોવર (Ashneer Grover) સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. પોતાને બચાવવા માટે તેમને આ માહિતીની જરૂર છે. આ મામલે કોર્ટ આગામી તારીખે વધુ સુનાવણી કરશે.

81 કરોડની છેતરપિંડીનો આરોપ 

અશ્નીર ગ્રોવર (Ashneer Grover) વર્ષ 2022 થી વિવાદોમાં ઘેરાયેલો છે. અગાઉ તેણે કોટક મહિન્દ્રા બેંકના સ્ટાફ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે બાદ તેની પત્ની માધુરી જૈન ગ્રોવરને BharatPeમાંથી હટાવવાના સમાચાર આવ્યા હતા. માધુરી પર પર્સનલ બ્યુટી ટ્રીટમેન્ટ, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદવા, ફેમિલી વેકેશન માટે અમેરિકા અને દુબઈ માટે કંપનીના પૈસાનો ઉપયોગ કરવાનો અને કંપનીના ખાતામાંથી અંગત સ્ટાફને પેમેન્ટ કરવાનો અને પરિચિતો પાસેથી નકલી રસીદો બનાવવાનો આરોપ હતો. અશ્નીર ગ્રોવર (Ashneer Grover)અને માધુરી ગ્રોવરપર ભારતપેમાં 88.67 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાૌનો આરોપ છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ બંને પર લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી છે. જેના કારણે બંનેને તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર ન્યૂયોર્ક જતા અટકાવવામાં આવ્યા હતા.