ભોપાલ બાલીકાગૃહ કાંડઃ 26 માંથી 12 બાળકીઓ પોતાના ઘરેથી જ મળી આવી!

આ મામલાને લઈને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મામલે દખલ કરી છે. તેમણે લખ્યું કે, ભોપાલના પરવલીયા પોલીસ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની અનુમતિ વગર જ આ ચલાવવામાં આવી રહેલા બાળગૃહમાંથી 26 છોકરીઓ ગુમ થવાનો મામલો મારા ધ્યાને આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, બાલીકા ગૃહનું સંચાલન ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું. 
  • આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ મુખ્ય સચિવ વિરા રાણાને પત્ર લખ્યો છે.

ભોપાલમાં ગેરકાયદેસર ચાલતા બાલીકા ગૃહમાંથી બાળકીઓ ગુમ થવા મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગુમ થયેલી 26 બાળકીઓ પૈકી 12 બાળકીઓ પોતાના ઘરેથી જ મળી આવી છે. તો અન્ય બાળકીઓને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે લાપરવાહી રાખનારા 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છએ. તો બે અધિકારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મામલે લાપરવાહી રાખવા પર સીડીપીઓ બ્રૃજેન્દ્ર પ્રતાપ સિંહ અને સીડીપીઓ કોમલ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ મહિલા બાળ વિકાસ અધિકારી સુનીલ સોલંકી અને સહાયક સંચાલકને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. 

આ મામલાને લઈને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મામલે દખલ કરી છે. તેમણે લખ્યું કે, ભોપાલના પરવલીયા પોલીસ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની અનુમતિ વગર જ આ ચલાવવામાં આવી રહેલા બાળગૃહમાંથી 26 છોકરીઓ ગુમ થવાનો મામલો મારા ધ્યાને આવ્યો છે. મામલાની ગંભીરતા અને સંવેદનશિલતાને જોતા સરકારે સંજ્ઞાન લઈને ત્વરીત કાર્યવાહી કરી હતી. 

શું છે આખો મામલો? 
ભોપાલના પરવલીયા વિસ્તારમાં સંચાલીત આંચલ મિશનરી સંસ્થાના બાલીકા ગૃહના નિરીક્ષણમાં 68 માંથી 26 છોકરીઓ ગાયબ મળી છે. આમાંથી મોટાભાગની છોકરીઓ અલગ-અલગ રાજ્યની હતી. બાકીની જે 41 છોકરીઓ ત્યાં હાજર મળી છે તે રાયસેન, છિંદવાડા, બાલાઘાટ, સીહોર, વિદિશા, રાજસ્થાન, ઝારખંડ અને ગુજરાતની છે. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ મુખ્ય સચિવ વિરા રાણાને પત્ર લખ્યો છે. સાથે જ સાત દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો છે. આ મામલે લઈને પરવલીયા પોલીસે FIR નોંધી સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.