અયોધ્યાને લઈને બાબરી મસ્જિદના પક્ષકારનું મોટું નિવેદનઃ અયોધ્યાનો વિકાસ BJP ના રાજમાં થયો!

ઈકબાલ અંસારીએ કહ્યું છે કે, અયોધ્યામાં જે વિકાસ થયો છે તે ભાજપની સરકારમાં થયો છે. આ પહેલા અહીંયા કોઈજ વિકાસ થયો નહોતો.

Share:

હાઈલાઇટ્સ

  • બાબરી કેસમાં ઈકબાલ અંસારી પક્ષકાર રહ્યા હતા અને મંદિર માટે ભૂમી આપવાની વિરૂદ્ધમાં હતા
  • પીએમ મોદી પર ફૂલ વરસાવવાને લઈને ઈકબાલ અંસારીએ કહ્યું કે, અયોધ્યા દરેકને સંદેશ આપે છે. અહીંયા હિંદૂ-મુસ્લિમ બધાજ લોકો એક થઈને રહે છે.

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે તેને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રીયાઓ સામે આવી રહી છે. હવે બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. અંસારીએ કહ્યું છે કે, અયોધ્યામાં જે વિકાસ થયો છે તે ભાજપની સરકારમાં થયો છે. આ પહેલા અહીંયા કોઈજ વિકાસ થયો નહોતો. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રોડ, રેલવે લાઈન અને એરપોર્ટનો વિકાસ ભાજપ સરકારના રાજમાં થયો છે. અંસારીએ કહ્યું કે, અયોધ્યા ધર્મની નગરી છે. જે પણ સરકાર આવે તેણે અહીંયા વિકાસ કરવો જોઈએ. વિકાસ થશે તો બધાનો ફાયદો થશે. 

ઈકબાલ અંસારીએ કહ્યું કે, અયોધ્યા દરેક લોકોએ આવવું જોઈએ. તમામ લોકો અહીંયા આવે અને દર્શન કરે. અયોધ્યા એવી નગરી છે કે જ્યાં એકને બોલાવો તો વીસ લોકો આવે છે. એટલા માટે આ ધર્મની નગરીમાં દરેક વ્યક્તિએ આવવું જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડશો કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેમના પર પુષ્પવર્ષા કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડની બંન્ને બાજુ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને દરેક વ્યક્તિ પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા ઉત્સુક હતા. આ દરમિયાન બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અંસારીનો દીકરો હાશીમ અંસારી પીએમ મોદી પર ગુલાબના ફૂલ વરસાવતો દેખાયો હતો. 

પીએમ મોદી પર ફૂલ વરસાવવાને લઈને ઈકબાલ અંસારીએ કહ્યું કે, અયોધ્યા દરેકને સંદેશ આપે છે. અહીંયા હિંદૂ-મુસ્લિમ બધાજ લોકો એક થઈને રહે છે. અહીંયા દરેક ધર્મના લોકો એકબીજાના ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપે છે.

મહત્વનું છે કે, બાબરી કેસમાં ઈકબાલ અંસારી પક્ષકાર રહ્યા હતા અને મંદિર માટે ભૂમી આપવાની વિરૂદ્ધમાં હતા. તેઓ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. કોર્ટમાં જે કેસ ચાલ્યો તેમાં ઈકબાલ અંસારી એક ચહેરો બનીને સામે આવ્યા હતા. પરંતુ આજે જ્યારે વડાપ્રધાને અહીંયા રોડ-શો કર્યો તો તેઓ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરતા દેખાયા.