પતિએ Reels બનાવવાની ના પાડી તો, પત્નિએ કરી નાંખી પતિની હત્યા!

તિએ વાયરલ ગીતો પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે પોતાની પત્નીના જનૂન પર આપત્તિ વ્યક્ત કરી હતી. મૃતક મહેશ્વર કુમાર રાયે છ વર્ષ પહેલા આરોપી રાની કુમારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પાંચ વર્ષનો દીકરો પણ છે. 

Share:

હાઈલાઇટ્સ

  • તેની પત્નીને રીલ બનાવવાનો શોખ હતો અને આ વાતને લઈને તેના પતિએ આપત્તિ વ્યક્ત કરી હતી
  • રીલ બનાવવા પર આપત્તિ વ્યક્ત કરવા પર મારા દિકરાને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો

બિહારના બેગુસરાયમાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દિધી છે. હત્યાનું કારણ પણ ચોંકાવનારું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પતિએ પત્નીના ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાને લઈને વિરોધ કર્યો અને આ વાતને લઈને મહિલાએ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દિધો. પોલીસ અનુસાર, પતિએ વાયરલ ગીતો પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે પોતાની પત્નીના જનૂન પર આપત્તિ વ્યક્ત કરી હતી. મૃતક મહેશ્વર કુમાર રાયે છ વર્ષ પહેલા આરોપી રાની કુમારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પાંચ વર્ષનો દીકરો પણ છે. 

ઘટના બિહારના બેગુસરાયના એક ગામની છે. અહીંયા 25 વર્ષીય યુવક કોલકત્તામાં મજૂરી કરતો હતો અને તાજેતરમાં જ તે ઘરે આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તેની પત્નીને રીલ બનાવવાનો શોખ હતો અને આ વાતને લઈને તેના પતિએ આપત્તિ વ્યક્ત કરી હતી. બાદમાં આ બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં યુવક પોતાના સાસરે ગયો હતો અને મૃતકને જ્યારે તેના ભાઈએ ફોન કર્યો તો કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉઠાવ્યો હતો અને પછી વિવાદ થઈ ગયો. રુદલે પોતાના પરિજનોને બોલાવ્યા અને સાસરીમાં પહોંચ્યા તો ત્યાં મહેશ્વર રાયનો મૃતદેહ જોવા મળ્યો. 

મૃતકના પિતાએ આરોપ લગાવ્યો કે, રીલ બનાવવા પર આપત્તિ વ્યક્ત કરવા પર મારા દિકરાને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. અને અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યો ઘરેથી ગાયબ હતા. બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પરિવારે આરોપ લગાવ્યો કે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમણે જોયું કે, ચાર લોકો મૃતદેહને હોસ્પિટલ લઈ જવાના બહાને ઠેકાણે પાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. 

Tags :