નવી દિલ્હીઃ દેશની જનતા સાથે કનેક્ટ રહેવા માટે અને ફંડ ઉઘરાવવા માટે કોંગ્રેસે ડોનેટ ફોર દેશ નામનું એક નવું અભિયાન શરુ કર્યુ છે. આ અભિયાન હેઠળ લોકો પાસેથી ઓનલાઈન ફંડ માગવામાં આવી રહ્યું છે. જો કે, આ અભિયાન શરુ થાય એ પહેલાં જ કોંગ્રેસ સાથે એક મોટો ખેલ થઈ ગયો છે. જેવું જ ડોનેટ ફોર દેશની લિંક પર ક્લિક કરવામાં આવે તો તરત જ ભાજપનું ડોનેશનનું પેજ સામે આવી જાય છે. ત્યારે આ કેવી રીતે થયું એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પણ આ મુદ્દે વિવિધ અટકળો કરી રહ્યાં છે. રાજકીય પક્ષોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપે પહેલાં જ લઈ લીધું ડોમેન
જો કે, કોંગ્રેસ ડોનેટ ફોર દેશ નામનું અભિયાન શરુ કર્યુ પણ હવે એવી વાત સામે આવી છે કે, આ નામના ડોમેનને ભાજપે પહેલીથી જ પોતાના નામે કરી દીધું હતું. જો તમે DonateForDesh.Org પર ક્લિક કરશો તો એ તમને ભાજપના ડોનેશન પેજ પર લઈ જશે. અહીં ભાજપ માટે લોકને ફંડ આપવા માટેની સુવિધા આપવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રેન્ડમાં છે, પણ જાણે કે અજાણે તેનો ફાયદો સીધો ભાજપને થઈ રહ્યો છે.
કોંગ્રેસની વેબસાઈટ કઈ?
કોંગ્રેસ પાર્ટીના અભિયાનનું નામ આમ તો ડોનેટ ફોર દેશ છે પણ ડોમેનનું નામ donateinc.net છે. અહીં લોકો ડોનેટ કરી શકે છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માગી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, 18 વર્ષથી ઉપરની વ્યક્તિ ફંડ આપી શકે છે. ફંડની રકમ 138, 1380, 13800 કે પછી એનાથી પણ વધારે રુપિયા હોઈ શકે છે. પાર્ટીના એક મેમ્બરે જણાવ્યું કે, પાર્ટી દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટુ ક્રાઉડ ફંડિંગ હશે.
આ કટાક્ષ કર્યો
निरंकुश सत्ता, सारी संस्थाएँ, सारे संसाधन, सबसे ज़्यादा पैसा पास में होने के बावजूद BJP इतना डरती क्यों है?
— Supriya Shrinate (@SupriyaShrinate) December 18, 2023
कांग्रेस ने डोनेशन कैंपेन शुरू किया तो ना सिर्फ़ घबरा गये बल्कि इनके तंत्र ने फ़र्ज़ी डोमेन बना कर भ्रमित करना भी शुरू कर दिया
कांग्रेस के 🇮🇳𝐃𝐨𝐧𝐚𝐭𝐞 𝐟𝐨𝐫…
તો કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેતે પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને સરકાર સામે કટાક્ષ કર્યો છે. તેઓએ લખ્યું છે કે, નિરકુંશ સત્તા, બધી સંસ્થાઓ, બધા સાધનો અને રુપિયા હોવા છતા પણ ભાજપ કેમ ડરે છે. કોંગ્રેસે અભિયાન શરુ કરતા ડરીને પોતાના તંત્રએ ફેક ડોમેન બનાવીને લોકને ભ્રમમાં નાખવાનું કામ પણ શરુ કરી દીધું.