આ તારીખે થશે IAS પરી-ભાજપ MLA ભવ્ય બિશ્નોઈના લગ્ન, 1 કે 2 નહીં પરંતુ 3 જગ્યાએ રિસેપ્શન

ભવ્ય-પરીના 'ભવ્ય' લગ્ન 22 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં થશે. જાણો કોણ છે ભાજપ MLA ભવ્ય અને IAS પરી બિશ્નોઈ?

Share:

હાઈલાઇટ્સ

  • સગાઈ તૂટ્યા બાદ ભવ્ય બિશ્નોઈ હવે IAS સાથે કરવા જઈ રહ્યા છે લગ્ન
  • IAS પરી બિશ્નોઈ અને BJP MLA ભવ્યના 22 ડિસેમ્બરે લગ્ન લેવાશે

હરિયાણાના પૂર્વ ધારાસભ્ય કુલદીપ વિશ્નોઈના પુત્ર અને આદમપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં ખાતે IAS પરી બિશ્નોઈ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.  પુષ્કર, આદમપુર અને દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન થશે જેમાં 1.50 લાખથી વધુ મહેમાનો આવવાની અપેક્ષા છે. ભવ્ય બિશ્નોઈના મંગેતર પરી બિશ્નોઈ સિક્કિમ કેડરના IAS અધિકારી છે, જે હાલમાં ગંગટોકમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) તરીકે પોસ્ટેડ છે.

કોણ છે IAS પરી બિશ્નોઈ?
IAS પરી બિશ્નોઈનો જન્મ 26 ફેબ્રુઆરી 1996ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તહસીલના કાકરા ગામમાં થયો હતો. 27 વર્ષીય પરી બિશ્નોઈ સિક્કિમ IAS કેડર છે. તેમના પિતા મણિરામ બિશ્નોઈ એડવોકેટ છે અને માતા સુશીલા બિશ્નોઈ રાજસ્થાનના અજમેરમાં જીઆરપીમાં પોલીસ અધિકારી તરીકે કામ કરે છે. તેમના દાદા ગોપીરામ બિશ્નોઈ ચાર વખત કાકરા ગામના સરપંચ રહી ચૂક્યા છે. પરી બિશ્નોઈએ UPSC પરીક્ષા પાસ કરવા માટે ત્રણ પ્રયાસ કર્યા હતા. પ્રથમ પ્રયાસમાં પરીક્ષામાં નિષ્ફળ ગયા, બીજા પ્રયાસમાં પ્રારંભિક પરીક્ષામાં 118 અને ત્રીજા પ્રયાસમાં 124 અંક મેળવ્યા. તેમણે 2019ની UPSC પરીક્ષામાં 30મો રેન્ક મેળવ્યો હતો. પરી બિશ્નોઈનો વૈકલ્પિક વિષય પોલિટિકલ સાયન્સ હતો. તેમણે એમડીએસ યુનિવર્સિટી, અજમેરમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી તેમણે પડકારરૂપ NET પરીક્ષા પાસ કરી અને તેમને IAS (CSE)ની પોસ્ટ એનાયત કરવામાં આવી હતી.

આદમપુરથી ધારાસભ્ય છે ભવ્ય બિશ્નોઈ
આદમપુરના બીજેપી ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, લંડનથી ગવર્નમેન્ટ એન્ડ ઈકોનોમિક્સમાં સ્નાતક, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કન્ટેમ્પરરી ઈન્ડિયામાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ભવ્ય બિશ્નોઈ અને મેહરીન પીરઝાદાની સગાઈ થઈ હતી પરંતુ સગાઈ તૂટી ગઈ હતી. ભવ્ય બિશ્નોઈની સગાઈની ચર્ચાઓ શરૂ થતાં જ બિશ્નોઈ સમાજમાં હાજર ભજન પરિવારના વિરોધીઓને ઈન્ટરનેટ મીડિયા દ્વારા તક મળી અને પરિવારને સીધો નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. આખો બિશ્નોઈ પરિવાર નિશાન બની ગયો હતો.